Fri. Nov 22nd, 2024

પાક.મા હિંદુ મહિલાની ડિલીવરી વખતે ડૉક્ટરે બાળકનુ માથુ કાપી ગર્ભાશયમા જ છોડી દીધુ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સારવાર દરમિયાન બેદરકારીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાંતના એક ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રના કર્મચારીઓએ એક ગર્ભવતી મહિલાની ડિલીવરી દરમિયાન તેના બાળકનું માથું કાપીને તેના ગર્ભમાં જ છોડી દીધું હતું. તેના પછી 32 વર્ષીય હિંદુ મહિલાનો જીવ જતા જતા બચી ગયો હતી. સમાચાર એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ પ્રમાણે, આ ઘટના પર સિંધની સરકારે કડકાઈ દેખાડતા આ ઘટનાના મૂળ સુધી જવા માટે એક મેડિકલ ઈન્ક્વાઈરી બોર્ડની રચના કરવાનો આદેશ આપ્યો છે.

જમશોરો શહેરમાં લિયાકત યુનિવર્સિટી ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સના સ્ત્રી રોગ વિભાગના પ્રમુખ, રાહીલ સિકંદરે કહ્યું કે, ભીલ હિંદુ મહિલા થારપારકર જિલ્લાના એક દૂરના ગામની છે. તે પોતાના વિસ્તારના એક ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગઈ હતી. પરંતુ અહીં કોઈ સ્ત્રી રોગ વિશેયજ્ઞ ઉપલબ્ધ નહતો. અનુભવહીન કર્મચારીઓએ પોતાની લાપરવાહીથી મહિલાને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આરએચસીના કર્મચારીઓએ રવિવારે થયેલી આ સર્જરીમાં શિશુના માથાને માતાના ગર્ભમાં જ કાપી નાખ્યું હતું અને તેને ગર્ભાશયની અંદર જ છોડી દીધું હતું.

જ્યારે મહિલાની હાલત વધારે બગડવા લાગી અને તેનો જીવ જવાનું જોખમ વધી ગયું તો તેને નજીકના મીઠી શહેરની નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં સારવારની કોઈ સુવિધા નહોતી. અંતમાં મહિલાને એલયુએમએચએસ લઈ જવામાં આવી જ્યાં નવજાતના માથાને માતાના ગર્ભમાંથી બહાર કાઢવામાં આવ્યું, જેના પછી માતાનો જીવ બચાવી શકાયો હતો. ડૉ. સિકંદરે કહ્યું કે, બાળકનું માથું અંદર ફસાયેલું હતું અને માનું ગર્ભાશય તૂટી ગયું હતું. માનો જીવ બચાવવા માટે સર્જરી કરીને પેટ ખોલવું પડ્યું અને બાળકના માથાને બહાર કાઢવું પડ્યું હતું. આ ભયાનક ભૂલન લઈને સિંધ સ્વાસ્થ્ય સેવાના ડિરેક્ટર, ડૉ. જુમન બહોતોએ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

તેમણે કહ્યું કે, તપાસ સમિતિને જાણવા મળ્યું છે કે આખો મામલો શું છે. ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રમાં સ્ત્રી રોગ વિશેયજ્ઞ અને કોઈ મહિલા કર્મચારીની અનુપસ્થિતિને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તાપસ સમિતી એ રિપોર્ટની પણ તપાસ કરશે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે મહિલા સ્ટ્રેચર પર દર્દથી કણસી રહી હતી તે સમયના ફોટા પણ લેવામાં આવ્યા હતા. ડૉ. જુમાને કહ્યું કે, સ્ટાફના કેટલાંક સભ્યોએ સ્ત્રી રોગ વોર્ડમાં એક મોબાઈલ ફોન પર મહિલાના ફોટા લીધા અને તે ફોટાને વોટ્સએપ પર શેર કર્યા હતા.

Related Post

Verified by MonsterInsights