Fri. Nov 22nd, 2024

PM મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા જર્મનીના એલમાઉ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના એલમાઉ પહોંચ્યા છે. સમિટ દરમિયાન એવી ઘણી ક્ષણો આવી હતી જેને ભારતના વધતા કદ તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન એવું પણ જોવા મળ્યું હતું કે યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન પીએમ મોદી સાથે હાથ મિલાવવા પાછળ દોડી આવ્યા હતા. પીએમ મોદીએ તેમની સાથે ખૂબ જ ઉષ્મા સાથે હાથ મિલાવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી જર્મનીના શ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ચા પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના એલમાઉ પહોંચ્યા છે. અહીં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી, G-7 ના સભ્યો અને મુલાકાતી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ પણ સાથે ફોટા પડાવ્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ, એનર્જી અને હેલ્થ પર જી-7 સત્રમાં ગ્રીન ડેવલપમેન્ટ, ક્લીન એનર્જી, સસ્ટનેબલ જીવનશૈલી અને વૈશ્વિક સુખાકારી તરફ ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. PM નરેન્દ્ર મોદીએ G-7 સમિટ દરમિયાન મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી. આ દરમિયાન બંને દેશોના નેતાઓએ ભારત અને આર્જેન્ટિના વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

Related Post

Verified by MonsterInsights