રાજસ્થાના જયપુરમાં એક જ સ્કૂલમાં 11 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા જ હડકંપ મચી ગયો હતો અને ચાર દિવસ માટે હવે સ્કૂલ બંધ કરી દેવાઈ છે.
જયપુરની જય શ્રી પેરીવાલ સ્કૂલમાં આ ઘટના બની છે.આ પહેલા સવાઈ માનસિંહ સ્કૂલમાં પણ બે વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમીત થયા હતા.સ્કૂલોમાં વિદ્યાર્થીઓને લાગી રહેલુ સંક્રમણ સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યુ છે.
બીજી તરફ ત્રણ મહિના બાદ રાજસ્થાનમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.અહીંયા એક જ દિવસમાં 22 નવા કેસ નોંધાયા છે.જેમાંથી 11 કેસ માત્ર જયપુરના છે.