રશિયાના યુક્રેન આક્રમણ બાદ સતત એવાં સમાચાર સામે આવતાં રહ્યા છે કે, રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની તબિયત ખરાબ છે. જો કે, આ તમામ રિપોર્ટ્સને ખોટા ગણાવતાં કહેવામાં આવ્યું છે કે, રશિયન પ્રેસિડેન્ટની તબિતય એકદમ સારી છે. એટલું જ નહીં, CIAના ડિરેક્ટરે પણ કહ્યું છે કે, પુતિન એકદમ સ્વસ્થ છે.
નોંધનીય છે કે, બુધવારે એક કાર્યક્રમ દરમિયાન પુતિન ખાંસી ખાતા જોવા મળ્યા હતા. મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર આ મામલે પુતિને જણાવ્યું હતું કે, ગઈકાલે ઈરાનની મુલાકાત દરમિયાન તેમને થોડી ઠંડીની અસર આવી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીથી રશિયાએ યુક્રેન સામે આક્રમણની શરૂઆત કરી હતી. જે બાદથી પુતિન સતત લોકોની નજર સામે આવતાં રહે છે. તે સતત મીટિંગ્સ અને કોલ્સ પર જોવા મળે છે. એટલું જ નહીં, છેલ્લા મહિનામાં તેઓ બે વિદેશ પ્રવાસ પણ ખેડી ચૂક્યા છે.