કોરોના વાયરસ મહામારીની સાથે સાથે દેશ અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધવાના કારણે જીવન જરરઉઈય જરૂરિયાતની વસ્તુઓનાં ભાવમાં વધારો આવ્યો છે. એવામાં મોદી સરકાર પાસેથી આશા હતી કે આજે પેટ્રોલ ડીઝલની કિંમતો પર કોઈ નિર્ણય લેવામાં આવશે. છેલ્લા ઘણા દિવસથી અટકળો હતી કે આજે GSTની કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને GSTનાં દાયરામાં લઈને અવાય તેવો નિર્ણય લેવામાં આવશે જોકે નાગરિકોને હાલ તો કોઈ જ રાહત મળવાની નથી.
બેઠક બાદ દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કરતાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને અત્યારે GSTમાં લાવવા પર વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી. આવકથી જોડાયેલા કેટલાય મુદ્દાઓ પર વિચાર કરવો પડશે. બેઠકમાં આજે પેટ્રોલ અને ડિઝલ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.
જોકે દવાઓને લઈને આજે નાગરિકોને મોટી રાહત મળી છે. સરકારે એલાન કર્યું છે કે Zologensma અને Viltetso જેવી મોંઘી ઈમ્પોર્ટેડ દવાઓ પર GSTમાં છૂટ આપવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે કોરોના વાયરસની સારવાર માટે જે દવાઓ પર છૂટ આપવામાં આવી છે તે દવાઓ પર ટેક્સની છૂટ હવે 31 ડિસેમ્બર સુધી લાગુ રાખવામાં આવશે. નોંધનીય છે કે રેમડેસીવીર જેવી દવાઓમાં જીએસટીની છૂટ આપવામાં આવી છે, જોકે મેડિકલ ઉપકરણોમાં કોઇ છૂટછાટ આપવામાં આવી નથી.