Mon. Dec 23rd, 2024

પેટ્રોલ-ડીઝલ બાદ હવે દૂધ પણ થયું મોંઘુ, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના કારણે અમૂલે કર્યો 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો

પહેલી જુલાઈ એટલે કે ગુરૂવારથી અમૂલ દૂધ 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ જશે. આવતીકાલથી જ દેશના તમામ રાજ્યોમાં નવા રેટથી અમૂલ દૂધ મળશે. અમૂલની તમામ મિલ્ક પ્રોડક્ટ અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ ટી-સ્પેશિયલ, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમમાં 2 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વધારો થશે.

મતલબ કે પહેલી જુલાઈથી દિલ્હી, એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં અમૂલ દૂધનો ભાવ વધી જશે. આશરે 1.5 વર્ષ બાદ અમૂલ દ્વારા આ પ્રકારે ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે. કોરોના સંકટના કારણે છેલ્લા દોઢેક વર્ષથી લોકોના કામકાજ પર ભારે અસર પડી છે. આ બધા વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક ક્ષેત્રોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર કરતા પણ ઉંચા ભાવે વેચાઈ રહ્યું છે.

આ બધા વચ્ચે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવની અસર દૂધના રેટ પર પડતી જોઈ શકાય છે. લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા વચ્ચે બજાર સતત ખુલી અને બંધ થઈ રહ્યા છે. આ સંજોગોમાં લોકોના રોજગાર પર વ્યાપેલા સંકટ વચ્ચે વધી રહેલી મોંઘવારી ચિંતાનો નવો વિષય છે.

Related Post

Verified by MonsterInsights