Sat. Dec 21st, 2024

પેપરલીક મામલે યોગીની યુપી સરકાર એક્શનમાં, ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂરી આપી

લખનૌ – પેપર લીક કરનારાઓ સામે મુખ્યમંત્રી યોગી સરકાર એક્શનમાં આવી છે, મળેલી કેબિનેટની બેઠકમાં યોગી સરકારે ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024ને મંજૂરી આપી દીધી છે. આ બાબતે મળતી માહિતી મુજબ, આ અંતર્ગત જો પેપર લીકમાં દોષી સાબિત થાય તો 2 વર્ષની આજીવન કેદ સુધીની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

યોગી સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનું નામ ઉત્તર પ્રદેશ (UP) પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 રાખવામાં આવ્યું છે. આ વટહુકમ જાહેર પરીક્ષાઓમાં ગેરવાજબી માધ્યમોને રોકવા, પેપર લીક થવા, સોલ્વર ગેંગ પર પ્રતિબંધ મૂકવા અને તેની સાથે જોડાયેલી અને આકસ્મિક બાબતોની જોગવાઈના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવી રહ્યો છે. આ વટહુકમ નિયમો જાહેર સેવા ભરતી પરીક્ષાઓ, નિયમિતીકરણ અથવા પ્રમોશન પરીક્ષાઓ, ડિગ્રી ડિપ્લોમા માટેની પ્રવેશ પરીક્ષાઓ, પ્રમાણપત્રો અથવા શૈક્ષણિક પ્રમાણપત્રો પર પણ લાગુ થશે. બનાવટી પ્રશ્નપત્રોનું વિતરણ, નકલી રોજગાર વેબ્સાઈટ બનાવવી વગેરેને પણ વટહુકમમાં સજાપાત્ર અપરાધ બનાવવામાં આવ્યા છે.

જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછી બે વર્ષની સજાથી લઈને આજીવન કેદ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ વટહુકમમાં કહેવામાં આવ્યું છે કે જો પરીક્ષાને અસર થાય છે તો સોલ્વર ગેંગ પાસેથી નાણાકીય બોજ વસૂલ કરવાની અને પરીક્ષામાં ગેરરીતિ આચરનાર કંપની અને સર્વિસ પ્રોવાઇડર્સને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. ગુનાના કિસ્સામાં મિલકત જપ્ત કરવાની જોગવાઈ પર કરવામાં આવી છે. જામીન અંગે પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights