Tue. Dec 24th, 2024

પેમેન્ટથી લઇને પેન્શન સુધી આજથી બદલાઇ જશે આ નિયમ, જાણો કયા થશે ફેરફાર

આજથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેની સીધી અસર રોજિંદા જીવન પર પડશે. નવા નિયમોનાં અમલ સાથે નાણાકીય, બેંકિંગ અને શેરબજાર સંબંધિત નિયમોમાં ફેરફાર થશે. ઓટો ડેબિટ, બેંકોની ચેક બુક, દારૂનું વેચાણ વગેરે સંબંધિત નિયમો છે.આજથી એટલે કે 1 લી ઓક્ટોબરથી, બેંકથી લઇને રોજિંદા જીવનથી જોડાયેલા ઘણા નિયમો બદલાશે. આ ફેરફારોની અસર સામાન્ય માણસનાં જીવન પર વિશેષ રહેશે. આજે જે નિયમો બદલાઇ રહ્યા છે તે ચેક બુક, ઓટો ડેબિટ પેમેન્ટ, એલપીજી સિલિન્ડરની કિંમત અને ઘણી બેંકોનાં પેન્શન સંબંધિત નિયમો છે. શું બદલાવ થવાનો છે તેના પર એક નજર કરીએ.

૧.આ 3 બેંકોની જુની ચેકબુક થઇ જશે બેકાર

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (UBII) અને અલ્હાબાદ બેંકની જૂની ચેકબુક આજથી કામ કરશે નહીં. આ બેન્કોને અન્ય બેંકો સાથે મર્જ કરવામાં આવી છે, ત્યારબાદ ખાતાધારકોનાં ખાતા નંબર, ચેક બુક, IFSC અને MICR કોડ બદલવામાં આવ્યા છે. અત્યાર સુધી ગ્રાહકો જૂની ચેકબુકનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તેઓ 1 લી ઓક્ટોબર એટલે કે આજથી તે કરી શકશે નહીં. આવી સ્થિતિમાં ખાતાધારકોએ નવી ચેકબુક મેળવવી પડશે.

૨.LPG ગેસ સિલિન્ડરમાં વધારો

1 ઓક્ટોબરનાં રોજ, પેટ્રોલિયમ કંપનીઓ સ્થાનિક LPG નાં દરો જાહેર કરે છે. LPG સિલિન્ડર આજથી લગભગ 36 રૂપિયા મોંઘુ થયું છે. રાહતની વાત છે કે આ વધારો 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. દિલ્હીમાં બિન-સબસિડી વગરનાં સ્થાનિક LPG સિલિન્ડરની કિંમત હજુ પણ 884.50 રૂપિયા છે.

૩.પેન્શનનાં નિયમોમાં ફેરફાર

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સંબંધિત નિયમ આજથી બદલાયો છે. દેશનાં તમામ વૃદ્ધ પેન્શનરો કે જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે તેઓ દેશની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોનાં જીવન પ્રમાણ કેન્દ્રમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજૂ કરી શકશે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

૪.ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલા બિલ પર FSSAI નો નોંધણી નંબર ફરજિયાત

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ 1 ઓક્ટોબર સુધીમાં ખાદ્ય પદાર્થો સાથે કામ કરતા તમામ દુકાનદારોને નોંધણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. આજથી, ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલા દુકાનદારો માટે માલનાં બિલ પર FSSAI નો નોંધણી નંબર લખવો ફરજિયાત બની ગયો છે. હવે દુકાનથી રેસ્ટોરન્ટ સુધી, ડિસ્પ્લેમાં જણાવવું પડશે કે તેઓ કઈ ખાદ્ય ચીજોનો ઉપયોગ કરી રહ્યા છે. જો ગ્રાહકો બિલ પર FSSAI નો રજિસ્ટ્રેશન નંબર નહીં આપે તો દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે, જે જેલમાં જઈને સજાપાત્ર છે.

Related Post

Verified by MonsterInsights