ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા જંગને લઈને સતત સમાચાર આવી રહ્યાં છે. આ વચ્ચે 10 વર્ષની બાળકીનો વીડિયો વાયરલ થયો છે. તેમાં આ બાળકી રડતા રડતા દુનિયાની સામે સવાલ ઉઠાવી રહી છે.
ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે આ સમયે ખુબ હિંસા ચાલી રહી છે. ઇઝરાયલ સતત પેલેસ્ટાઈન પર હુમલો કરી રહ્યું છે. તો પેલેસ્ટાઈનનું ઇસ્લામિક ચરમપંથી સંગઠન હમાસ ઇઝરાયલી હુમલાનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કારણે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે. પેલેસ્ટાઈનથી દરરોજ હિંસાના હચમચાવી નાખતા ફોટો અને વીડિયો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે એક રડતી બાળકીનો વીડિયો સામે આવ્યો છે. આ બાળકી જે રીતે પોતાનું દુખ જણાવી રહી છે, તે દુનિયા માટે વિચારવાની વાત છે.
God, my heart. Bless her. pic.twitter.com/ZEsJ4ru2FX
— Barry Malone (@malonebarry) May 15, 2021
નથી જાણતી શું કરુ
ટ્વિટર પર આ વીડિયોને Barry Malone (@malonebarry) નામના એક યૂઝરે શેર કર્યો છે. આ વીડિયોમાં Nadine Abdel-Taif નામની બાળકી બોલી રહી છે, હું તેનાથી પરેશાન છું, મને ખ્યાલ નથી કે મારે શું કરવું જોઈએ, હું કંઈ કરી શકું નહીં. તમે જોઈ રહ્યાં છો (કાટમાળ તરફ ઇશારો કરતા), તમે મારી પાસે અહીં શું કરવાની આશા કરો છો? હું તેને કઈ રીતે ઠીક કરું, હું માત્ર 10 વર્ષની છું, હું તેનાથી વધુ નથી ઝઝુમી શકતી.