Sun. Sep 8th, 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દેશભરના ડોક્ટર પાસેથી કોવિડ-19ના અનુભવો અને સૂચનો વિશે જાણ્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દેશભરના ડોક્ટર પાસેથી કોવિડ-19ના અનુભવો અને સૂચનો વિશે જાણ્યુ. સમાચાર એજન્સીના પ્રમાણે પીએમ મોદીએ કોવિડ કેરમાં લાગેલા ડોક્ટરના ગ્રુપ સાથે વીડિયો કોન્ફર્ન્સિંગ દ્વારા ચર્ચા કરી. આ દરમિયાન કશ્મીર, નોર્થ ઇસ્ટ સહિત દેશભરના ડોક્ટર ઉપસ્થિત હતા. ડોક્ટરોએ આ ખતરનાક મહામારી દરમિયાન પોતાને થયેલા અનુભવ શેર કર્યા અને પોતાની તરફથી સૂચન આપ્યા.

મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી મોદી તરફથી સતત કોરોના વચ્ચે મેડિકલ આવશ્યકતાઓને જોતા એક્સપર્ટ સાથે વાતચીત કરી રહ્યા છે. દેશને હવે કોરોનાના કેસમાં થોડી રાહત મળતી હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે કેટલાક રાજ્યોમાં કડક પ્રતિબંધના કારણે સતત કેસ ઓછા થઇ રહ્યા છે. આ સાથે જ કેન્દ્ર અને રાજય સરકાર સતત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા પર કામ કરી રહ્યા છે જેથી આ મહામારીનો મુકાબલો કરી શકાય. જો કે વેક્સીનની અછતના કારણે વેક્સીનમાં દેશમાં સ્પીડ નથી આવી રહી.

Related Post

Verified by MonsterInsights