Sat. Dec 21st, 2024

‘પ્લીઝ કોરોના મામલે બિનજવાબદાર ન બનો…’ જુઓ ગર્ભવતી ડૉક્ટરનો છેલ્લો દિલ્હીની ગર્ભવતી ડૉક્ટર એ વીતેલા દુઃખોને વ્યક્ત કરીને લોકોને કોરોનાને હળવાશથી ન લેવાની સલાહ આપીને વિદાય લીધી.

કોરોના સામે જંગ લડતાં-લડતાં તે અંતે હારી ગઈ. તે અત્યારે મરવા નહોતી માંગતી, તેથી તેણે પોતાના સાડા ત્રણ વર્ષના દીકરા અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું દુઃખ મૃત્યુ સમય સુધી સતાવી રહ્યું હતું. પરંતુ સામે ઊભેલા મોતનો સામનો કરતાં પહેલા દિલ્હીની આ ગર્ભવતી ડૉક્ટર એ પોતાની ઉપર વીતેલા દુઃખોને વ્યક્ત કરીને લોકોને કોરોનાને હળવાશથી ન લેવાની સલાહ આપીને વિદાય લીધી.

ડૉ. દીપિકાની કોરોના સંક્રમણ થયા બાદથી જ સારવાર ચાલી રહી હતી. પરંતુ તેની તબિયત સતત બગડતી જઈ રહી હતી. તે બીમારી દરમિયાન પતિની સાથે પોતાના સાડા ત્રણ વર્ષના દીકરાને લઈ ખૂબ ચિંતિત જોવા મળી રહી હતી. તેને પોતાના ગૃભમાં ઉછરી રહેલા બાળકની પણ ચિંતા હતી. જેને લઈને તેણે અનેક સપના જોયા હતા. પરંતુ તેનું આ બાળક પણ દુનિયા ન જોઈ શક્યું.

નિધન પહેલા બનાવેલા વીડિયોમાં તે કહી રહી છે કે કોરોનાને હળવાશથી ન લો, માસ્ક અચૂક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. આ વીડિયો બાદ જ દીપિકા અરોરા ચાવલા નામની આ ડેન્ટિસ્ટ કોરોનાથી જિંદગીની જંગ હારી ગઈ. તેને 11 એપ્રિલે કોરોના થયો હતો અને 26 એપ્રિલે તેણે છેલ્લા શ્વાસ લીધા. દીપિકા ગર્ભવતી હતી.

17 એપ્રિલના રોજ રેકોર્ડ કરવામાં આવેલા આ વીડિયોમાં દીપિકા લોકોને ચેતવી રહી છે કે કોરોનાને હળવાશથી ન લો, માસ્ક ચોક્કસ પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. ‘હું આશા રાખું છું કે આવી હાલત કોઈની પણ ન થાય. ખાસ કરીને પ્રેગનન્સી દરમિયાન. હું નથી ઈચ્છતી કે કોઈની પણ આવી સ્થિતિ આવે. પ્લીઝ પોતાના પરિવારને જણાવો કે કોરોનાને હળવાશથી ન લે. પ્લીઝ બિન જવાબદાર ન બનો. પોતાનું માસ્ક પહેરીને જ બહાર જાઓ.’

‘કોઈની સાથે વાત કરવી છે તો માસ્ક પહેરીને જ કરો. કારણ કે આપના ઘરે પણ ઉંમરલાયક સભ્યો હશે. ગર્ભવતી મહિલાઓ હશે. તેમની પર કોરોનાની સૌથી વધુ અસર થાય છે. સૌથી વધુ મેં આ સમય તમામ પ્રયાસ કરી જોયા. હું ક્યારેય આવી રીતે બેસી રહેનારી વ્યક્તિ નથી. હું હંમેશા કામ કરવા માંગું છું. હું હંમેશા શીખવા માંગું છું.’

ઉલ્લેખનીય છે કે, ડૉ. દીપિકાના પતિ રવીશે આ વીડિયો મધર્સ ડે નિમિત્તે શૅર કર્યો હતો, જેથી લોકો સુધી દીપિકાનો સંદેશ પહોંચી શકે. દીપિકા ઈચ્છતી હતી કે કોઈને પણ આ રોગથી પીડાવું ન પડે.

Related Post

Verified by MonsterInsights