Sun. Sep 8th, 2024

ફંડોના સતત હેમરિંગ પાછળ બેંક શેરોમાં નોંધાયેલી ઝડપી પીછેહઠ

મુંબઈ : મુંબઈ શેરબજાર ખાતે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૫૫.૪૩ પોઈન્ટ તૂટીને ૩૯૭૯૯.૮૮ બંધ રહ્યો હતો. આજે ફેડરલ બેંક રૂ.૩.૪૫ તૂટીને રૂ.૭૯.૮૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૪૦૬.૯૫, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩૬.૪૫ ઘટીને રૂ.૧૩૦૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૬.૯૦ તૂટીને રૂ.૧૭૦૩.૭૫, સિટી યુનિયન બેંક રૂ.૩ ઘટીને રૂ.૧૪૬, એક્સિસ બેંક રૂ.૧૪.૬૫ ઘટીને રૂ.૭૩૯, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૯૭૯.૩૫ રહ્યા હતા.

આ  સાથે ઉજ્જિવન સ્મોલ રૂ.૪.૫૫ તૂટીને રૂ.૧૯.૭૦, ઉજ્જિવન ફાઈનાન્શિયલ રૂ.૨૫.૧૦ તૂટીને રૂ.૧૭૭.૬૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૭.૪૫  તૂટીને રૂ.૨૨૪,  આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૮૦ ઘટીને રૂ.૪૧.૮૫,  રેલીગેર એન્ટરપ્રાઈસીઝ રૂ.૮.૫૫ ઘટીને રૂ.૧૩૬.૭૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૬૦ ઘટીને રૂ.૭૪.૧૫, યુટીઆઈ એએમસી રૂ.૪૪ ઘટીને રૂ.૧૦૮૯.૭૦, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૫૫ ઘટીને રૂ.૬૪.૧૫ બંધ રહ્યા હતા.

Related Post

Verified by MonsterInsights