ફિલિપાઇન્સમાં 92 સૈન્ય જવાનોથી સવાર લશ્કરી વિમાન ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં 17 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે જ્યારે 40 જવાનને બચાવી લેવામાં આવ્યા છે. ફિલીપાઇન્સ સશસ્ત્ર દળના વડા જનરલ સિરલિટો સોબેહાનાએ જણાવ્યું કે, જોલો આઇલેન્ડ પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું.
આ દુર્ઘટના ફિલિપાઇન્સ એરફોર્સ સી -130 વિમાન સાથે થઈ છે. વિમાનના સળગતા કાટમાળમાંથી 40 સૈનિકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વિમાન રનવે પર યોગ્ય રીતે ઉતરી શક્યું ન હતું. પાયલોટે ફરીથી તેને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો પણ તે આમ કરી શક્યો નહીં અને વિમાન ક્રેશ થયું. ફાયર વિભાગને જાણ થતાં જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા.