બોલીવુડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી, જેમણે કાશ્મીરી પંડિતો પર અત્યાચારની પીડા ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ દ્વારા બધાની સામે લાવી, તેઓ હંમેશા તેમના સ્પષ્ટ વક્તવ્ય માટે જાણીતા છે.
આજે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. વિવેક અગ્નિહોત્રીએ તો રાહુલ ગાંધીને મૂર્ખ કહ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે ઈડિયટ રાહુલ ગાંધી એવા શહેરી નક્સલવાદીઓની સાથે છે જે ભારતના દુશ્મનો માટે કામ કરે છે. આપને જણાવી દઈએ કે એક ફેક્ટ ચેકિંગ વેબસાઈટના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસે આઈપીસીની કલમ 153/295 હેઠળ ઝુબેર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ ધરપકડ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘ભાજપની નફરત, ધર્માંધતા અને જુઠ્ઠાણાનો પર્દાફાશ કરનાર દરેક વ્યક્તિ તેમના માટે ખતરો છે. સત્યના એક અવાજની ધરપકડ કરવાથી હજારો વધુ સર્જાશે. જુલમ ઉપર સત્યનો હંમેશા વિજય થાય છે. રાહુલ ગાંધીના આ ટ્વિટ બાદ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. તેણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો, ‘જે એક પંડિતના પૌત્ર છે તે હિન્દુફોબિક અર્બન નક્સલીઓ સાથે ઊભેલા છે, જે ભારતના દુશ્મનો માટે કામ કરે છે. જેઓ ભારતમાં કોમી રમખાણોનું કાવતરું ઘડી રહ્યા છે. જે ફેક ન્યૂઝને ફેક્ટ ચેકિંગ તરીકે ચલાવે છે. જે ખિલાફત 2.0’નો સ્લીપર સેલ ચલાવે છે.