નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિની ઉજવણીને લઈને બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જંગ છેડાઈ ગયો છે.
પશ્ચિમ બંગાળમાં ભાટપાડા વિસ્તારમાં નેતાજીને શ્રધ્ધાંજલિ આપતી વખતે સ્થિતિ એવી બગડી હતી કે, ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી.ભાજપના સાંસદ અર્જુનસિંહના સુરક્ષા કર્મીઓએ સ્થિતિ પર કાબ મેળવવા માટે ફાયરિંગ કરવુ પડ્યુ હતુ.
નેતાજીની મૂર્તિ પર માળા પહેરાવવાના મુદ્દે બંને પક્ષના કાર્યકરો ભિડાઈ ગયા હતા.ભાજપનો આરોપ છે કે, ટીએમસી કાર્યકરોએ સાંસદ અર્જુનસિંહને ટાર્ગેટ કરીને પથ્થરમારો કર્યો હતો.એ પછી તેમના સુરક્ષા કર્મીઓ તેમને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા.
પોલીસે પણ લાઠી ચાર્જ કર્યો હતો. ભાજપનુ કહેવુ છે કે, સાંસદની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી.અહીંયા તનાવને લઈને મોટા પાયે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
ટીએમસીનો આરોપ છે કે, ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો અને સાંસદ અર્જુન સિંહના સુરક્ષાકર્મીઓેએ સાત રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.