Mon. Dec 23rd, 2024

બધે માસ્ક વગર ફરતી આ 2 અભિનેત્રી કોરોના પોઝિટિવ, BMCને સુપર સ્પ્રેડર હોવાનો ડર..!!!

twitter.com

કોરોના વાયરસના કેસ પર સંપૂર્ણપણે પૂર્ણવિરામ મૂકાયું નથી. બીજી તરફ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનનું જોખમ ભારત ઉપર પણ તોળાઈ રહ્યું છે. બ્રિટનની સ્થિતિ જોઈને ભારતે પણ ચેતવા જેવું છે. આ માહોલ વચ્ચે મહારાષ્ટ્રમાંથી એક માઠા વાવડ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં બીજી વેવ દરમિયાન પણ દિલ હચમચી જાય એવું ચિત્ર જોવા મળ્યું હતુ. હવે એક લેટેસ્ટ રીપોર્ટ અનુસાર અભિનેત્રી કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

BMCના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કરીના કપૂર અને અમૃતા અરોરા સુપર સ્પ્રેડર હોવાની પણ શક્યતા છે. આ બંને ખૂબ જ સારા મિત્રો છે અને તેઓ બોલિવુડના ઘણા સ્ટાર્સને સતત મળ્યા છે. ઉપરાંત, બંને અભિનેત્રીઓ છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવુડની ઘણી પાર્ટીઓમાં ખાસ હાજરી આપી છે. BMCએ તેમના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિઓને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું છે.

તેમના સંપર્કોમાંથી કેટલીક જાણીતી હસ્તી તથા પોપ્યુલર સ્ટાર હોવાનું જાણવા મળ્યું છે. બંને અભિનેત્રીઓ પોઝિટિવ મળ્યા બાદ બોલિવૂડમાં એકાએક ખળભળાટ મચી ગયો છે. BMC તરફથી તેમના સંપર્કમાં આવેલા લોકોનો RTPCR ટેસ્ટ કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

આ સાથે તેઓ જે લોકોને મળ્યા હતા તેમની વિગતો અને તેમનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે તંત્રએ એક ખાસ યાદી તૈયાર કરી હોવાના પણ વાવડ છે. કરીના કપૂર અને અમૃતા અરોરા સિવાય કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. આવી સ્થિતિમાં તેમના સંપર્કમાં આવેલા અન્ય બોલિવુડ સ્ટાર્સને પણ ચેપ લાગવાની આશંકા છે. તાજેતરમાં કરીના અને અમૃતા બંને અભિનેત્રીઓ તેમના મિત્રો સાથે કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતી ઘણી પાર્ટીઓમાં હાજરી આપતી વખતે સ્પોટ થઈ હતી. હાલમાં જ કરીના કપૂર પણ તેની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી.

તેની બહેન કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા પણ તેની સાથે પાર્ટીમાં શામેલ થઈ હતી. આ પાર્ટી અનિલ કપૂરની દીકરી રિયા કપૂરના ઘરે રાખવામાં આવી હતી. જ્યાં બધાએ સાથે મળીને સારો સમય પસાર કર્યો. ધમાલમસ્તી પણ કરી હતી. મહારાષ્ટ્રમાંથી ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે. જોકે, સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર બંનેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights