જયપુરના તુંગા વિસ્તારમાં એક પિતરાઈ ભાઈએ બહેનની હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ એવી જાણવા મળ્યું છે કે, બંને ભાઈ બહેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. બહેન તેના પિતરાઈ ભાઈ પર તેને પત્નીની જેમ રાખવા માટે દબાણ કરતી હતી. તેથી રોષે ભરાયેલા પિતરાઈ ભાઈ દ્વારા બહેનની ક્રૂરતાથી હત્યા કરી નાંખવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર બે દિવસ પહેલા પોલીસને તુંગા વિસ્તારમાંથી એક યુવતીની લાશ અર્ધનગ્ન હાલતમાં માટીમાં દટાયેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ પોલીસે સોશિયલ મીડિયાના આધારે મૃતકની ઓળખ કરી હતી અને તેના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધામધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, યુવતીની લાશ જે ખેતરમાંથી મળી આવી હતી તે ખેતર મૃતકના મામાનું હતું. આ ખેતરમાં આવવા જવાનુ પણ આસાન નથી. ત્યારબાદ પોલીસે હત્યાની તપાસ કરવા માટે યુવતીના મોબાઈલમાંથી કેટલાક શંકાસ્પદ નંબરોની તપાસ કરી હતી. તેમાં એક નંબર યુવતીના પિતરાઈ ભાઈનો હતો. તેથી પોલીસે શંકાના આધારે તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસને પૂછપરછમાં પિતરાઈ ભાઈએ બહેનની હત્યા કરી હોવાનું કબુલાત કરી હતી.
આ ઘટનામાં ACP બસ્સી મેઘચંદ્ર મીણાએ જણાવ્યું હતું કે, આરોપી અને મૃતક બંને સંબંધમાં ભાઈ-બહેન છે. બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો. મૃતક યુવતીના લગ્ન સાત મહિના પહેલા થઇ ગયા હતા. પણ તે સાસરે નહીં જઈને તેના પિતરાઈ ભાઈની સાથે પત્ની તરીકે રહેવા માગતી હતી. પણ આરોપી તેને પત્ની તરીકે રાખવા માગતો નહોતો.
ACPએ વધુમાં જણાવ્યું કે, 21 ડિસેમ્બરની રાત્રે આરોપી યુવતીને તેની સાથે બાઈક પર લઇ ગયો હતો. તે સમયે તેને યુવતીને કહ્યું હતું કે તે તેને પત્ની તરીકે રાખશે. ત્યારબાદ તે તેના ગામડે આવ્યો હતો અને તેના ઘરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ખેતરમાં આરોપીએ યુવતીની સાથે દુષ્કર્મ કર્યું હતું. યુવતી આરોપી સાથે આવતા સમયે ત્રણ કિલો ચાંદીના ઘરેણા અને ત્રણ તોલા સોનાના ઘરેણા અને નવા કપડા લાવી હતી.
દુષ્કર્મ બાદ યુવતીએ આરોપી સાથે રહેવાનું કહ્યું તો દુપટ્ટો લઇને તેને ગળેટુંપો આપ્યો. ત્યારબાદ તેને ખેતરમાં માટી ખોદીને યુવતીના મૃતદેહને દફન કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી યુવતીના ઘરેણા પણ કબજે કર્યા છે. આરોપીનું નામ વિક્રમ મીણા હોવાનું સામે આવ્યું છે.