Sun. Dec 22nd, 2024

બિગ ન્યુઝ:કર્ણાટકના બેલાગવીમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી, 7 લોકોના કરૂણ મોત

કર્ણાટક: ભારે વરસાદને કારણે બેલાગવી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થઈ ગયું. આ ઘટનામાં બે બાળકો સહિત 7 લોકો ચકદાઈ ગયા જેના કારણે તેમનું કરૂણ મોત નિપજ્યું છે. બેલાગવીના બાદલ અંકાલગી ગામમાં આ બનાવ બન્યો છે. જેમા રાતે 9 વાગ્યાની આસપાસ મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે.મૃતકોના પરિવાર પર પણ જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ જે લોકોના મોત થયા છે. તેમના પરિવારને 5-5 લાખની સાહય આપવાની જાહેરાત કરી છે.

જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે ત્યાના ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે ભારે વરસાદને કારણે મકાનની દિવાલ પડી ગઈ હતી. જે લોકો માર્યા ગયા તે પૈકી એક નવા શુશી પણ હતું. સમગ્ર મામલે પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે. સાથેજ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ આરંભી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 7 પૈકી 5 લોકોના મોત ઘટના સ્થળેજ થઈ ગયા હતા. બાકી બે જણાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે મુખ્યમંત્રી બોમ્મઈએ જિલ્લા પ્રભારીને ઘટના સ્થળે જવા આદેશ આપ્યા હતા. સાથેજ ડેપ્યુટી પોલીસ કમિશનરને પણ જરૂરી પગલા લેવા માટે આદેશ આપ્યા હતા.

Related Post

Verified by MonsterInsights