બિહારના બક્સર ખાતે ઝંડો ફરકાવતી વખતે એક દુર્ઘટના બની છે. કરંટ લાગવાના કારણે એક બાળકનું મોત થયું છે જ્યારે તે સિવાય અનેક બાળકો ગંભીર રીતે ઘવાયા છે. ઘાયલોની સદર હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
બાળકોના પરિવારજનોએ આ ઘટના અંગેની જાણકારી આપતા કહ્યું કે, બાળકો શાળામાં ઝંડો ફરકાવવા માટે પહોંચ્યા હતા અને તે સમયે ઝંડાવાળી પાઈપમાં કરંટ આવવાના કારણે બાળકો તેની લપેટમાં આવી ગયા હતા. ડોક્ટર્સના કહેવા પ્રમાણે હોસ્પિટલમાં દાખલ બાળકો પૈકીના એક બાળકનું મોત થયું છે અને અન્ય બાળકોની સારવાર ચાલી રહી છે.(અહેવાલ: પંકજ જોષી)
![](https://jantanews360.com/wp-content/uploads/2022/01/content_image_c3351c5b-9648-48d8-a79f-e1f911365da5.jpeg)