Sun. Sep 8th, 2024

બેન્કિંગ,પગાર અને પેન્શન સંબંધિત નિયમ આજથી બદલાઇ રહ્યો છે, જાણો શું આમ જનતાપડશે અસર

આજે ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ છે અને આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં તમારા પગારને લગતા ખાસ નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. હકીકતમાં જૂનમાં નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ ભારતીય રિઝર્વ બેન્કે જાહેરાત કરી હતી કે NACH સિસ્ટમ હવે 24 કલાક અને અઠવાડિયાના સાત દિવસ કામ કરશે. આને કારણે જ્યારે શનિવાર અને રવિવારે બેન્કો બંધ હોય ત્યારે પણ તમારો પગાર જમા થશે.

NACH (નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ) ની મદદથી કર્મચારીનો પગાર બેંકની મદદથી એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે. NACH સેવા NPCI દ્વારા ચલાવવામાં આવે છે. આ દ્વારા બલ્ક પેમેન્ટ કરવામાં આવે છે. જેમ કે પગાર ચૂકવવો, શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવું, વ્યાજ ચૂકવવું, પેન્શન ટ્રાન્સફર કરવું વગેરે બધું આ સિસ્ટમની મદદથી કરવામાં આવે છે. આ સિવાય દર મહિને વીજળી, ટેલિફોન, પાણી જેવા બિલ પણ ચૂકવવામાં આવે છે.

NACH શું છે?
NACH ને નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) કહેવામાં આવે છે. તે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત છે. બલ્ક પેમેન્ટ સામાન્ય રીતે આની મદદથી કરવામાં આવે છે. બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે NPCI ની NACH ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ (ECS) કરતાં ઘણી સારી સિસ્ટમ છે. આ ECS નું અદ્યતન સંસ્કરણ છે.

NACH સિસ્ટમ બે રીતે કામ કરે છે
NPCI ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ આ સિસ્ટમ બે રીતે કામ કરે છે.એક NACH ડેબિટ હોય છે. તે સામાન્ય રીતે ટેલિફોન બિલની ચુકવણી, મ્યુચ્યુઅલ ફંડમાં SIP અને વીજળીના બિલની ચુકવણી માટે વપરાય છે. બીજું NACH ક્રેડિટ છે. NACH ક્રેડિટનો ઉપયોગ પગાર, ડિવિડન્ડ ચૂકવવા માટે થાય છે. NACH આદેશ એ તમારા ખાતામાંથી નાણાં કાપવા અને જમા કરવા માટે સંસ્થાઓને આપેલી મંજૂરી છે.

NACH કેવી રીતે કામ કરે છે
તે એક ઉદાહરણથી સમજી શકાય છે. દાખલ તરીકે તમે જીવન વીમા યોજના ખરીદી છે. તમે વીમા શરૂ થાય તે પહેલા ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રીમિયમ ચુકવણીની મુદત ફિક્સ કરી શકો છો. આમાં તમારે આગળનું પ્રીમિયમ ક્યારે ભરવાનું છે અને તેની તારીખ શું હશે તે વિશે કંઇ યાદ રાખવાની જરૂર નથી. NACH પોતે આને ટ્રેક કરે છે અને તમને તેના વિશે જાણ કરે છે. જો તમે ઇચ્છો તો તમે આ માટે ઓટો ડેબિટ પણ સેટ કરી શકો છો. આ તમને લેટ ફી ભરવાથી બચાવે છે. આ માટે ઈ-મેન્ડેટની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સાથે તેના પ્રોસેસિંગનો સમય 21 દિવસથી ઘટાડીને માત્ર 2 દિવસ કરવામાં આવ્યો છે. તમે નેટ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન દ્વારા ઈ-મેન્ડેટ સેટ કરી શકો છો. ઈ-મેન્ડેટ માટે અરજી કરવા માટે તમારું માત્ર આધાર નંબર સાથે જોડાયેલ બેંક ખાતું હોવું જરૂરી છે.

Related Post

Verified by MonsterInsights