Mon. Dec 23rd, 2024

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 137.46 કરોડને પાર,છેલ્લા 24 કલાકમાં 76 લાખ ડોઝ આપવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં 76,54,466 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 137.46 કરોડ (1,37,46,13,252)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,44,53,135 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ 1,03,86,235
બીજો ડોઝ 96,44,105
 

FLWs

પ્રથમ ડોઝ 1,83,83,946
બીજો ડોઝ 1,67,68,743
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ પ્રથમ ડોઝ 48,64,15,997
બીજો ડોઝ 29,27,38,782
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ પ્રથમ ડોઝ 19,14,81,462
બીજો ડોઝ 13,97,81,329
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી પ્રથમ ડોઝ 11,96,51,542
બીજો ડોઝ 8,93,61,111
કુલ 1,37,46,13,252

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,41,78,940 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 7,469 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.38થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PPU6.jpg

52 દિવસથી સતત 15,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 7,081 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003DC83.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 83,913 છે. 570 દિવસમાં સૌથી ઓછા. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.24% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004RSD6.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,11,977 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 66.41 કરોડથી વધારે (66,41,09,365) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.61છે જે છેલ્લા 35 દિવસથી 1%થી ઓછો છેજ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.58નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 76 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 111 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0056MOF.jpg

 

Related Post

Verified by MonsterInsights