એક બાજુ અયોધ્યામાં રામ મંદિરને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તો બીજી બાજુ સંત સમાજના એક જૂથની માગ છે કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવું જોઈએ. આ સંબંધમાં ફરી એક વાર નવેસરથી માગ સામે આવી છે અને કેન્દ્રની મોદી સરકારને ચેતવણી આપતા કહ્યુ છે કે, જો આવું નહીં થાય તો, તેઓ જળ સમાધી લઈ લેશે.
આ વિવાદાસ્પદ માગ તપસ્વી છાવણીના જગદગુરૂ પરમહંસ આચાર્ય મહારાજે ઉઠાવી છે. જેમણે કેન્દ્ર સરકાર પાસેથી મુસ્લિમ અને ક્રિશ્ચિયન સમુદાયના લોકોની નાગરિકતા ખતમ કરવાની પણ અપીલ કરી છે. તેમણે મંગળવારે કહ્યુ હતું કે, મારી આ માગ છે કે, ભારતને 2 ઓક્ટોબરના રોજ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો, અન્યથા હું સરયૂ નદીમાં જળ સમાધી લઈ લઈશ. કેન્દ્રની મોદી સરકારે મુસ્લિમ અને ક્રિશ્ચિયન સમાજની નાગરિકતા ખતમ કરી દેવી જોઈએ.
તેમનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 2022માં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયેલુ છે. તમામ પાર્ટીઓ અને નેતાઓ પોત-પોતાની તૈયારી કરી રહ્યુ છે. પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે.