દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ તેની ચરમસીમાએ છે. છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 10 રાજ્યોમાં મહત્તમ કેસોના 101.7% કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56,578 નવા કેસ નોધાયા છે, જ્યારે કર્ણાટકમાં 47,563 અને કેરળમાં 41, 971 નવા કેસ છે. દેશભરમાં કુલ 30.22 કરોડ સેમ્પલોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે, જ્યારે દૈનિક કોવિડ-19નો સંક્રમણ દર 21.64 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, રાષ્ટ્રીય મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે.
દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 37,36,648 પર પહોંચી ગઈ છે. આ કુલ કેસોમાં 16.76 ટકા છે. 24 કલાકની અવધિમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં 13,202 નો ઘટાડો થયો છે. તે જ સમયે, રાષ્ટ્રીય મૃત્યુ દર ઘટી રહ્યો છે અને તે હાલમાં 1.09 ટકા છે. છેલ્લા 24 કલાકમાં, 4,092 લોકો મૃત્યુ પામ્યા છે. તેમાંથી 10 રાજ્યોમાં 74.93 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં ચેપને લીધે સૌથી વધુ 864 કોરોના દર્દીઓનાં મોત થયા છે. જ્યારે કર્ણાટકમાં આ સંખ્યા 482 છે. જો કે, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને લક્ષદ્વીપમાં, છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના કારણે કોઈ મોત થયું નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, 10 લાખની વસ્તી પર રાષ્ટ્રીય મૃત્યુ સરેરાશ (176) કરતા ઓછી છે, જ્યારે 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે રાષ્ટ્રીય સ્તર કરતા વધારે છે. રસીકરણમાં વેગ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં 16.94 કરોડ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. કુલ કોરોના રસી ડોઝની વાત કરીએ તો, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં 66.78 ટકા રસીનો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 18 થી 44 વર્ષની વય સુધી, 17,84,869 ડોઝ આપવામાં આવી ચુકી છે.