મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. મેચનો ટૉસ 9 વાગ્યે થવાનો હતો પરંતુ ખરાબ આઉટફિલ્ડના કારણે ટૉસ ઉછળવામાં મોડું થશે. હાલની અપડેટ એ છે કે ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, 12 વાગ્યે મેચનો પહેલો બોલ ફેકાશે. મેચનું પહેલું સેશન ખરાબ આઉટફિલ્ડ નામે રહ્યું. હવે બીજું સેશન 12 વાગ્યાથી 2:40 વાગ્યા સુધી રમાશે. તો ત્રીજું સેશન બપોરે 3 વાગ્યાથી 5:30 વચ્ચે થશે. પહેલા દિવસે લગભગ 78 ઓવરોની રમાશે.
કાનપુર ટેસ્ટના છેલ્લા દિવસે ફિલ્ડિંગ દરમિયાન ફાસ્ટ બોલર ઈશાંત શર્માની આંગળીઓમાં ઇજા થઈ ગઈ હતી આ જ કારણે તે બીજી મેચથી બહાર થઈ ગયો છે. ઈશાંત શર્માની જગ્યાએ મોહમ્મદ સિરાજને જગ્યા મળી છે. તો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પણ પહેલી ટેસ્ટ મેચ દરમિયાન જમણા હાથમાં ઇજા થઈ ગઈ હતી. સ્કેન કરાવ્યા બાદ જાણકારી મળી કે તેના ખભામાં સોજો છે. તેને આરામની સલાહ આપવામાં આવી છે. રવીન્દ્ર જાડેજાની જગ્યાએ જયંત યાદવને જગ્યા મળી છે. જ્યારે ઉપકેપ્ટન અજિંક્ય રહાણેને ડાબા હાથમાં હેમસ્ટ્રિંગમાં ખેચાવ છે. ત્રણેય આ ટેસ્ટ માટે સપૂર્ણ રીતે ફિટ નથી થઈ શક્યા.
અજિંક્ય રહાણેની જગ્યાએ કેપ્ટન વિરાટ કોહલીએ વાપસી કરી છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન પણ કોણીમાં ઇજા થવાના કારણે બીજી ટેસ્ટથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ટોમ લાથમ ટીમની કેપ્ટન્સી કરશે. પહેલી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ બંને ટીમોની નજરો મુંબઈમાં સારું પ્રદર્શન કરીને સીરિઝ જીતવા પર રહેશે. મુંબઈ ટેસ્ટથી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પણ પ્લેઇંગ ઇલેવનમાં વાપસી થવા જઇ રહી છે. જોકે પહેલા દિવસે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ પહેલા દિવસની રમત વરસાદના કારણે ખરાબ થઈ શકે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ હવામાન વિભાગે મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે. બુધવારે આખો દિવસ વરસાદ થયો હતો જેના કારણે બંને ટીમો પ્રેક્ટિસ પણ કરી શકી નહોતી. ગુરુવારે પણ આઉટફિલ્ડ ભીની હોવાના કારણે બંને ટીમોએ બાંદ્રા કુર્લામાં ઇનડોર પ્રેક્ટિસ કરી હતી. વાનખેડેની પીચ પર જરા પણ ઘાસ નજરે પડી રહી નથી જેથી મીડિયમ ફાસ્ટ બોલર્સ અને સ્પિનર્સને મદદ મળી શકે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમે કુલ 25 ટેસ્ટ રમી રમી છે અને 11મા જીત મળી છે અને 7મા હાર મળી છે.
વર્ષ 2016મા છેલ્લી વખત આ મેદાન પર કોઈ ટેસ્ટ મેચ રમાઈ હતી ત્યારે ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ટીમને એક ઇનિંગ અને 36 રનથી હરાવી હતી. ખાસ વાત એ છે કે ભારતીય ટીમ આ મેદાન પર છેલ્લા 9 વર્ષોથી અજેય છે. આ દરમિયાન ટીમે 1 મેચ જીતી છે અને 1 મેચ હારી છે. ન્યૂઝીલેન્ડે આ મેદાન પર ટેસ્ટમાં વર્ષ 1988મા 136 રનોથી જીત મેળવી હતી. ફેન્સ માટે સારા સમાચાર એ છે કે આ નિર્ણાયક ટેસ્ટ મેચથી કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થવા જઇ રહી છે.
કોહલીએ ભલે છેલ્લા બે વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ સેન્ચુરી ન મારી હોય પરંતુ મુંબઈના વાનખેડેમાં તેની બેટથી રનોનો વરસાદ વરસે છે. આ મેદાન પર તેણે 72.17ની એવરેજ સાથે 4 મેચોમાં કુલ 433 રન બનાવ્યા છે. વિરાટ આ મેચમાં સેન્ચુરી લગાવવામાં સફળ રહ્યો તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચુરી લગાવવાની બાબતે સચિન તેંદુલકર (100) બાદ સંયુક્ત રીતે રિકી પોન્ટિંગ (71) સાથે બીજા નંબર પર આવી જશે.
બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ, કે.એસ. ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા.
બીજી ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમ:
ટોમ લાથમ (કેપ્ટન), રોસ ટેલર, હેનરી નિકોલસ, ટોમ બ્લંડલ (વિકેટકીપર), વિલ યંગ, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, ટિમ સાઉદી, નીલ વેગનર, કાઈલ જેમિસન, વિલિયમ સોમરવિલે, આયાઝ પટેલ, મિચેલ સેન્ટનર, રચિન રવીન્દ્ર.