મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં દારુના નશામાં ચકચૂર દિલ્હીની મોડેલે રસ્તા પર જ હંગામો કર્યો હતો.મોડેલે રસ્તાની વચ્ચે ઉભા રહીને અવર જવર કરતા લોકોને પરેશાન કરવા માંડ્યા હતા.ત્યાંથી પસાર થઈ રહેલી આર્મીની જિપ્સીને રોકી લીધી હતી અને બોનેટ પર લાતો મારવા માંડી હતી.તેના કારણે જિપ્સીની એક હેડલાઈટ પણ તુટી ગઈ હતી.જવાનોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો તો તેમને પણ મોડેલે ધક્કો માર્યો હતો.યુવતીના પગ પણ ડગમગતા હતા અને તે ગંદીગાળો પણ બોલી રહી હતી.જેના પગલે સેંકડો લોકો ભેગા થઈ ગયા હતા.
આ તમાશાનો વિડિયો ઉતારી રહેલા લોકોને પણ મોડેલે ગંદી ગાળો આપી હતી.આ હંગામો થયો ત્યાંથી પોલીસ સ્ટેશન નજીકમાં જ હોવા છતા કોઈ પોલીસ કર્મી સ્થળ પર દેખાયો નહોતો.એ પછી પોલીસ સ્ટેશનમાંથી મહિલા પોલીસને બોલાવીને મોડેલની અટકાયત કરવામાં આવી હતી.દારુના નશામાં ધૂત મોડેલને છોડાવવા માટે બાદમાં બે યુવતીઓ પોલીસ મથકે પહોંચી હતી.