Thu. Jan 2nd, 2025

મધ્યપ્રદેશમાં પ્લેનનું ક્રેશ લેન્ડિંગ:ગુજરાતથી રેમડેસિવીર લઇને જઈ રહેલું વિમાન ગ્વાલિયરના રન-વે પર લપસ્યું, 2 પાયલટ સહિત 3 લોકો ઘાયલ

મધ્યપ્રદેશ: એક કારી વિમાન ગુરૂવારે રાતે 9 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. લેન્ડિંગ વખતે એન્જિનમાં ટેકનીકલ ક્ષતિના કારણે સ્ટેટ પ્લેન પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં સિનિયર પાયલટ કેપ્ટન સઈદ માજિદ અખ્તર, પાયલટ શિવશંકર જયસ્વાલ અને એક અધિકારી ઘાયલ થયા છે. આ તમામને ગ્વાલિયરની JAH હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  આ વિમાન ગુજરાતના અમદાવાદથી રેમડેસિવિર ઈન્જેક્શન લઈને ગયું હતું.

આ પ્લેન અગાઉ અમદાવાદથી રેમડેસિવીર ઈન્જેક્શન લઈને ઈન્દોર પહોંચ્યું હતું.. ત્યાં અનલોડિંગ પછી બાકીના ડોઝ લઈને ગ્વાલિયર એરપોર્ટ પર પહોંચ્યું હતું. પરંતુ ગ્વાલિયરમાં લેન્ડિંગ અગાઉ જ પ્લેનના એન્જિનમાં કોઈ ક્ષતિ સર્જાઈ હતી. સિનિયર પાયલટ કેપ્ટન સઈદ માજિદ અખ્તરે સૂઝબૂઝથી નિર્ધારિત પોઈન્ટથી 200 મીટર અગાઉ જ પ્લેનને રનવે પર ઉતારી દીધું. તેમણે સ્પીડ ઘટાડતા વિમાનને કંટ્રોલ કરવાની કોશિશ કરી હતી પરંતુ પ્લેન રનવે પર લપસીને એક તરફ પલટી ગયું હતું.

દુર્ઘટનામાં બે પાયલટ અને એક લોકો પાયલટને ઈજા થઈ છે.
દુર્ઘટનામાં બે પાયલટ અને એક લોકો પાયલટને ઈજા થઈ છે.

પ્લેનથી ગ્વાલિયર અને ચંબલ અંચલ માટે 71 બોક્સ રેમડેસિવીર ઈન્જેક્શન ઉતારવામાં આવ્યા છે. બાકીના પેકેટ જબલપુર માટે છે. તેને જબલપુર પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. આ દુર્ઘટના કેવી રીતે બની તેના અંગે તપાસ ચાલી રહી છે.લગભગ એક વર્ષ અગાઉ વિદેશથી મંગાવેલા 65 કરોડ રૂપિયાની કિંમતના આ વિમાનનું ગત સપ્તાહે જ સમારકામ કરાયું હતું. 100 કલાકના ઉડ્ડયન પછી અને નિયમિત સમારકારમા પછી એક-બે દિવસ અગાઉ જ ઉડ્ડયન માટે યોગ્ય ગણાવાયું હતું. તેના પછીથી આ વિમાન રાજ્યના વિવિધ શહેરોમાં રેમડેસિવીર ઈન્જેક્શન, વેક્સિન અને અન્ય દવાઓ પહોંચાડી રહ્યું હતું.

Related Post

Verified by MonsterInsights