મધ્યપ્રદેશ: ભિંડમાં એક બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે આ ઘટના ભિંડના ગોહાડ સ્ક્વેયર પર બની છે. આ ટક્કર બાદ પોલીસ સ્થળ પર પહોંચી છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહી છે. કેટલાકના હોસ્પિટલ પહોંચવા પર કેટલાકને મૃતક જાહેર કરવામાં આવ્યા. પોલીસ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
બસમાં સવાર 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં 5 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ, અકસ્માત NH 92 પર શુક્રવારે સવારે ગોહાડ ચૌરાહા પોલીસ સ્ટેશન વિસ્તારના ડાંગ વિરખાડી ગામની સામે થયો હતો. આ ડમ્પર ભીંડથી આવી રહ્યું હતું, અહીં એક બસ ગ્વાલિયર તરફથી આવી રહી હતી. અકસ્માતગ્રસ્ત બસ ગ્વાલિયરથી બરેલી જઈ રહી હતી.