Sun. Dec 22nd, 2024

મહારાષ્ટ્રમાં દારૂની દુકાનો ખુલી શકે છે, તો મંદિર કેમ નહીં? ઉદ્ધવ સરકારને અન્ના હજારેનો સવાલ

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે કોરોના વાયરસની સ્થિતિમાં સુધારને જોતા કેટલાક વિસ્તારને ફરીથી ખોલી દીધા અને સમગ્ર રીતે રસીકરણ કરનારા લોકોને મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપી દીધી છે. જોકે રાજ્ય સરકાર હજુ પણ કોરોના વાયરસના પ્રસારના ડરથી ધાર્મિક સ્થળને ફરીથી ખોલવાથી ડરી રહી છે. ખાસ કરીને જ્યારે મહામારીની ત્રીજી લહેરનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. ખાસ કરીને વિપક્ષી ભાજપ માગ કરી રહી છે કે લોકો માટે મંદિર ફરીથી ખોલવામાં આવે.

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ રાજ્યમાં મંદિરોને ફરીથી ના ખોલવાના મહારાષ્ટ્ર સરકારના વલણ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે જો મંદિરો પરથી પ્રતિબંધ હટાવવા માટે આંદોલન કરવામાં આવશે તો હુ સમર્થન કરીશ. હજારેએ ઠાકરે સરકારના મંદિરોને ફરીથી ના ખોલવાના નિર્ણય પર પ્રશ્ન કર્યો અને આ માટે તેમણે દારૂની દુકાનોની બહાર લાગેલી લાંબી લાઈન તરફ ઈશારો કરતા સરકાર પર કટાક્ષ પણ કર્યો.

અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં શનિવારે હજારેએ કહ્યુ કે મંદિરોને ફરીથી ખોલવાની માગ કરનારા કેટલાક લોકોના એક પ્રતિનિધિમંડળ સાથે તેમણે મુલાકાત કરી હતી. તેમણે કહ્યુ, રાજ્ય સરકાર મંદિર કેમ ખોલી રહી નથી? લોકો માટે મંદિર ખોલવામાં રાજ્ય સરકારને શુ જોખમ છે? જો કોરોના કારણ છે તો પછી દારૂની દુકાનોની બહાર લાંબી લાઈન કેમ છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 4666 નવા કેસ સામે આવવાની સાથે રાજ્યમાં સંક્રમણની ચપેટમાં આવનારની સંખ્યા વધીને 64 લાખ 56 હજાર 939 સુધી પહોંચી ગઈ. આ દરમિયાન કોવિડના 131 દર્દીઓની મોત બાદ મૃતક સંખ્યા વધીને 1 લાખ 37 હજાર 157 થઈ ગઈ છે.

Related Post

Verified by MonsterInsights