Sun. Sep 8th, 2024

મહારાષ્ટ્રમાં શિવસેનાના MLAએ કોન્ટ્રાક્ટરને રોડ પર બેસાડી માથા પર કચરો નખાવ્યો

મુંબઈના ચાંદીવલી વિસ્તારના ધારાસભ્ય દિલીપ લાંડેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તે વ્યક્તિને બળજબરીથી કાદવમાં બેસાડે છે અને કેટલાક લોકો પાસેથી તેમના માથા પર કચરો ફેકાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ એક કોન્ટ્રાક્ટર છે જેને અહીં સફાઇ કરવાનું કામ અપાયું હતું પરંતુ તેણે પોતાનું કામ ઈમાનદારીથી કર્યું ન હતું. તેથી પાઠ ભણાવવા માટે ધારાસભ્યએ તેમની સાથે આવું વર્તન કર્યું.

મુંબઈમાં વરસાદની સાથે જ વિવિધ જગ્યાએ પાણી ભરાતા નાળાઓ ઓવરફ્લો થવા લાગ્યા છે. સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં શિવસેનાના ચાંદીવલીના ધારાસભ્ય દિલીપ લાંડે તેમના વિધાનસભા ક્ષેત્રમાં બહાર આવ્યા હતા. તેમણે જોયું કે રસ્તા પર કાદવ હતો. જેથી તેઓ ગુસ્સે થયા અને કોન્ટ્રાક્ટરને ત્યાં બોલાવ્યો હતો.

ધારાસભ્યએ શું કહ્યું?
કોન્ટ્રાક્ટર આવતાની સાથે જ તેઓએ તેને કાદવ અને પાણી ભરાયેલા રસ્તા પર બેસાડી દીઘો. કોન્ટ્રાક્ટર બેઠા પછી તેમણે તેમના કાર્યકરો પાસેથી તેના પર કચરો ફેંકાવ્યો હતો. ધારાસભ્યએ કહ્યું કે ‘મેં આવું એટલા માટે કર્યું કારણ કે કોન્ટ્રાકટરે તેનું કામ બરાબર કર્યું નથી’.

દિલીપ લાંડેએ વધુમાં કહ્યું કે, ‘હું છેલ્લા 15 દિવસથી કોન્ટ્રાક્ટરને ફોન કરીને રસ્તો સાફ કરવાની વિનંતી કરતો હતો, પરંતુ તેણે એવું કર્યું નહીં. શિવસેનાના લોકો પોતે ત્યાં કામ કરતા હતા. જાણ થતાં જ કોન્ટ્રાક્ટર ત્યાં આવ્યો હતો. મેં તેને કહ્યું કે તે તેની જવાબદારી છે અને તેણે તે કરવું જોઈએ’.

Related Post

Verified by MonsterInsights