Sat. Dec 21st, 2024

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથ નું ગઈકાલે નિધન થયું

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથ નું ગઈકાલે નિધન થયું છે. પદ્મવિભૂષણ અનિરુદ્ધ જગન્નાથના સન્માનમાં સમગ્ર ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ આજે 5 જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવમાં આવ્યો અને રાજ્યમાં આજના દિવસ દરમિયાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહિ યોજાય.

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ પૂર્વ વડાપ્રધાન સર અનિરુદ્દ જગન્નાથનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બે વાર મોરેશિયસના રાષ્ટ્રપતિ અને છ વાર પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. તેમને 2020 માં ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.

ઉત્તર પ્રદેશના વતની હતા

તેમણે મોરેશિયસમાં હિન્દી ભાષાને સન્માન આપવામાં મોટું કામ કર્યું હતું. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના વતની હતી. જ્યાં તેમના નિધનથી શોક વ્યાપી ગયો છે. અનિરુદ્ધ જગન્નાથના પરિવારને અંગ્રેજો 1873 માં મોરેશિયસમાં મજૂર તરીકે કામ કરવા લઈ ગયા હતા. જેના બાદ તેમના પૂર્વજો ત્યાં જ વસી ગયા હતા.

દીકરા માટે પ્રધાનમંત્રીનું પદ છોડ્યું

અનિરુદ્ધ જગન્નાથે 1957 માં સરોજીની બલ્લાહ સાથે લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે બાળકો છે. જેમાં પ્રધાનમંત્રી પ્રવિંદ એક છે. તેમણે 2003 થી 2012 સુધી મોરેશિયસના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમજ 1982 થી 2017 સુધી છ વાર પ્રધાનમંત્રીના રૂપમાં પસંદ કરાયા હતા. તેમણે પોતાના દીકરી પ્રવિંદ જગન્નાથ માટે પદ છોડ્યું હતું.

 

Related Post

Verified by MonsterInsights