યુપી : યુપીના શામાલીમાં કુરેશી સમુદાયમાં થયેલી સગાઇ અને લગ્નમાં રુપિયા અને જ્વેલરીના પ્રદર્શનના બે વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં કેટલું દહેજ આપવામાં આવ્યું હતું તે બુમો પાડી પાડી પ્રદર્શન કરવામાં આવ્યું છે. કુરેશી સમુદાયના લોકોનો દાવો છે કે તેમણે લગ્નમાં છોકરાને ઝવેરાત સહિત 51 લાખ રૂપિયા આપ્યા હતા. લગ્ન માટે કાર સહિત કુલ 65 લાખનો દહેજ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
બીજો કિસ્સો શામલીના કૈરાનાનો છે. કૈરાના કોતવાલીના ફળિયા છઠીયાનમાં લગ્ન પહેલાના સમારોહમાં એક છોકરી પક્ષે વરરાજાના માથા પર હાથ રાખવાના રિવાજ માટે રૂ .5 લાખ ચુકવ્યા છે. બંને કિસ્સા 10 દિવસ પહેલાના છે તેમ કહેવામાં આવી રહ્યુ છે. આ હવે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પહેલો કેસ શામલીના થાના ભવન થાનાની પાછળનો છે. અહીં કોરોના સમયગાળામાં ઘરની અંદર ભીડ એકઠી કરીને નોટોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. કે 20 લાખ 51 હજાર, 40 સોનાની વસ્તુઓ, 30 ચાંદીની વસ્તુઓ આપવામાં આવી છે. આ સિવાય બીજા ભાઈએ 21 લાખ રૂપિયાની 11 સોનાની વસ્તુઓ વેવાઈ-વેવાનાને ભેટ આપી છે. આ સિવાય મહેમાન સામે કારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કન્યા પણ સોનાના દાગીના સાથે બેસી છે.
તે દરમિયાન એક યુવકને ભીડથી લોકોએ ઉપાડ્યો અને લોકો તેના માથા પર હાથ મૂકીને બોલે છે કે તારી સગાઇ થઇ ગઇ છે. અમે તારા માથા પર હાથ મૂકવા માટે અમે પાંચ લાખ રૂપિયા આપી રહ્યા છીએ. ત્યાર પછી બેગમાંથી નોટ કાઢીને પ્રદર્શન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દહેજ દેવું અને લેવું એ દેશમાં કાનૂની અપરાધ છે. આ વાયરલ વીડિયો થાના ભવનનો છે અને 2 મહિના જૂનો વીડિયો છે. જેમાં સોના-ચાંદી આભૂષણ દર્શાવવામાં આવી રહ્યા છે. એક અધિકારીએ કહ્યું કે આઇટી સેલ દ્વાર તપાસ કરવામાં આવશે અને સંબંધિત ધારાઓ લગાડવામાં આવશે.