રશિયાએ કોવિડ -19 સામે સિંગલ ડોઝ વોલ સ્પુટનિક લાઇટ વર્ઝનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) એ ગુરુવારે આ માહિતી આપી. આ પગલાથી તે દેશોને મદદ મળશે જ્યાં કોરોના ચેપના વધુ કેસો આવી રહ્યા છે. જો કે નિષ્ણાંતોએ વેક્સિન અંગે જો પરીક્ષણ પૂરું થયા પહેલા તેને મંજૂરી આપી દેવામાં આવી હોવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી.
સ્પુટનિકનું આ લાઇટ વર્ઝન મોસ્કોના ગમલેયા સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આરડીઆઈએફએ કહ્યું આ વેક્સિન 80.0 ટકા અસરકારક છે અને અનો એક જ ડોઝ આપવામાં આવે છે. ડિસેમ્બરની શરૂઆતમાં, રશિયાએ માનવ વેક્સિન પરીક્ષણના અંતિમ તબક્કામાં હોવા છતાં દેશભરમાં સમૂહ રસીકરણ શરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ રશિયાની સ્પુટનિક વિ વેક્સિનને ભારતમાં મંજુરી આપવામાં આવી છે. જેને લઈને વેક્સિનેશન વધુ ગતિથી થવાની આશા બંધાઈ છે. જોકે રશિયામાં સિંગલ ડોઝ વેક્સિન સ્પુટનિક લાઇટના ઉપયોગની મંજુરી મળતા વિશ્વના અનેક દેશોને નવી આશા બંધાઈ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં નોંધણી દ્વારા રશિયા વિશ્વનો પહેલો દેશ બની ગયો હતો જેણે વેક્સિનને માન્યતા આપી હતી.