Sun. Dec 22nd, 2024

લોકોને કરી ખાસ અપીલ, વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો

કોહલીએ કોરોના વેક્સિન લગાવતી વખતેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે તેણે લોકોને પણ વેક્સિન લગાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે, જે લોકો વેક્સિન વેક્સિન લગાવવા માટેના દાયરામાં જે લોકો આવે છે તે લોકોએ વેક્સિન લેવી જોઇએ. જેથી કોરોના વાયરસને રોકતો ફેલાવી શકાય. ઈશાંત શર્મા અને તેની પત્ની પ્રતિભાએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે

ભારતીય ક્રિકેટ ટીમમા કેપ્ટન વિરાટ કોહલી એ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોરોના વેક્સિન નો પહેલો ડોઝ લઈ લીધો છે. તેના પહેલા અજિંકય રહાણે અને શિખર ધવન પણ કોરોનાની વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી વેક્સિન લેનાર ભારતીય ટીમના પહેલા સભ્ય હતા. જેમણે કોરોના વેક્સિન લીધી હતી. શાસ્ત્રીએ માર્ચમાં જ વેક્સિનનો ડોઝ લઈ લીધો હતો.ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા વિરાટ કોહલીએ કોરોના વેક્સિનને પહેલો ડોઝ લીધો, લોકોને કરી ખાસ અપીલ

ઈશાંતે તેના ટ્વિટર પેજ પર લખ્યું છે કે, હું આ માટે આભારી છું અને આ કામ સાથે સંકળાયેલા તમામ લોકોનો પણ આભાર માનું છું. સિસ્ટમની સુગમતાથી ખુશ. શક્ય તેટલું જલદી બધા રસીકરણ કરાવો. ધવનને પણ થોડા દિવસો પહેલા કોરોના રસી મળી હતી. ત્યારે તેમણે પણ લોકોને રસી જલ્દીથી કરાવવા અપીલ કરી હતી. આ કોરોનાને રોકવામાં મદદ કરશે.

 

Related Post

Verified by MonsterInsights