વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોરોના મહામારીની રાજ્ય અને જિલ્લાવાર સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે નિર્દેશ આપ્યો કે, આરોગ્ય માળખાને સુધારવા રાજ્યોને સહકાર અને માર્ગદર્શને આપવું જોઈએ. મોદીએ આ દરમિયાન વેક્સિનેશન અભિયાનની પ્રગતિની સાથે જ આગામી કેટલાક મહિનામાં વેક્સીનનું ઉત્પાદન વધારવાની સમીક્ષા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અભિયાનની ઝડપથી સમીક્ષા કરી. ગુરુવારે મળેલી હાઈ લેવલ મીટિંગમાં વડાપ્રધાને રેમડેસિવિયર જેવી દવાઓનું ઉત્પાદન વધારવા, વેક્સિનેશનેન ઝડપી કરવા સહિતની પ્રયાસોની જાણકારી લીધી.
સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, બેઠક દરમિયાન વડાપ્રધાનને કોવિડ-19ની રાજ્ય અને જિલ્લાવાર સ્થિતિની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તેમને એ 12 રાજ્યો વિશે જણાવાયું, જ્યાં એક લાખથી વધુ સક્રિય કેસ છે. સાથે જ સૌથી વધુ પ્રભાવિત જિલ્લા વિશે પણ વડાપ્રધાનને જાણકારી આપવામાં આવી.
પીએમ તરફથી અપાયેલા એક સ્ટેટમેન્ટ મુજબ, વડાપ્રધાન મોદીએ વેક્સિનેશનની ઝડપ જાળવી રાખવા માટે રાજ્યોએ સંવેદનશીલ બનીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, ‘રાજ્યો તરફથી આરોગ્ય માળખામાં ઝડપથી કરવામાં આવી રહેલા વધારા વિશે જણાવાયું. વડાપ્રધાને નિર્દેશ આપ્યો કે, રાજ્યોના આરોગ્ય માળખાને સુધારવામાં સહયોગ અને માર્ગદર્શન આપવું જોઈએ.
મોદીએ આ દરમિયાન વેક્સિનેશન અભિયાનની પ્રગતિની સાથે જ આગામી કેટલાક મહિનામાં વેક્સીનનું ઉત્પાદન વધારવાની સમીક્ષા કરી વડાપ્રધાને જણાવ્યું કે, રાજ્યોને અત્યાર સુધી 17.7 કરોડ વેક્સીન મોકલાઈ છે. વેક્સીનની રબાદીની પણ તેમણે રાજ્યવાર સમીક્ષા કરી. સ્ટેટમેન્ટ મુજબ, 45 વર્ષથી વધુ ઉંમરના 31 ટકા પાત્ર લોકોને વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે.