Mon. Dec 23rd, 2024

વાળમાં હેર બેંડ ન મળ્યો તો સાપ વિટાળીને શોપીંગ કરવા નિકળી પડી આ મહિલા, તે મહિલા છે કંઈ પણ કરી શકે

મોટાભાગના લોકો સાપને જોઈને ડરી જાય છે. ભલે સાપ તેમનાથી કેટલો દૂર હોય, અથવા ભલે તે ખૂબ નાનું બચ્ચું હોય, તેની સામેનો માણસ તેને જોતાની સાથે જ ચીસો પાડે છે. જો કે, વિશ્વમાં સાહસિક અને હિંમતવાન લોકોની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પર મહિલાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમને સાપ પ્રત્યે અદભુત પ્રેમ છે. અહીં આપેલા આ વીડિયો પર એક નજર નાખો.

આ મહિલા ફરવા નિકળી

એક અનોખી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા ખરીદી માટે એક કોમ્પ્લેક્સમાં ગઈ છે. કેમેરાનું સમગ્ર ધ્યાન તેના વાળ પર છે. વીડિયોની શરૂઆતમાં કશું જ જાણી શકાયું ન હતું, પરંતુ કેમેરા ઝૂમ થતાં જ ખબર પડી કે મહિલાના વાળમાં હેર બેન્ડને બદલે સાપ વિટાળીને આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Snakes Mania (@snakes.mania)

હિમ્મતની દાદ આપવી પડે

આ સાપનો વીડિયો અત્યાર સુધીમાં 9,000 થી વધુ લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ સાપના કિસ્સામાં આ મહિલાના અંદાજ અને તેની પસંદગીને ગજબ ગણાવી રહ્યા છે. સાપ સાથે ખરીદી કરવા ગયેલી આ મહિલાની હિંમતને લોકો બિરદાવી રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights