Wed. Dec 4th, 2024

વૈજ્ઞાનિકોની ઓમિક્રોનને લઇ સૌથી મોટી ચેતવણી,ઓમિક્રોનનું આ લક્ષણ છે સૌથી અલગ

DainikBhaskar.com

કોરોના વાયરસના પ્રકોપથી થોડી રાહત મળ્યા બાદ જીવન ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર મોટા ખતરાની ઘંટડી વાગી છે. વૈજ્ઞાનિકો સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા ઓમિક્રોન વેરિએન્ટ’ અંગે ખૂબ જ ભયભીત છે અને વિશ્વને ચેતવણી આપી રહ્યા છે. આ વેરિયન્ટ અત્યાર સુધી 77 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને કોઈ પણ સ્ટ્રેનની તુલનામાં કોરોનાના આ વેરિયન્ટની ફેલાવવાની ક્ષમતા વધારે છે.

બ્રિટેનમાં ગુરુવારે કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 88376 કેસ મળ્યા છે, જ્યારે અમેરિકામાં 36 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ભારતમાં પણ દરરોજ તેના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોનના આજે 10 દર્દીઓની સાથે દેશમાં કુલ આંકડો 97 સુધી પહોંચી ચૂક્યો છે. ઓમિક્રોનની ઝડપી રફતારને જોતા તેના લક્ષણોને જાણવા ખુબ જ જરૂરી બની ગયા છે જેથી સમય રહેતા સંક્રમણને ફેલાતો રોકી શકાય.

કોરોના વાયરસનો ઓમિક્રોન પ્રકાર ડેલ્ટા વાયરસથી તદન અલગ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ઓમિક્રોન પર સતત રિસર્ચ કરી રહેલા દુનિયાભરના વૈજ્ઞાનિકોએ સંક્રમણના એક અલગ લક્ષણની ઓળખ કરી છે. જે ડેલ્ટા વેરિયન્ટથી મળતુ આવે છે. વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે સામાન્ય લક્ષણ દેખાતાં પણ વ્યક્તિએ તાત્કાલિક તપાસ કરાવવી જોઇએ.

ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં શરૂઆતના લક્ષણો પૈકી ગળાનું સુકાવુ અને સ્નાયુઓમાં દુખાવો, કમરથી નીચેના ભાગમાં પીડા વગેરે સામેલ છે. ડો. રયાનનું કહેવુ છે કે, આમાંથી મોટાભાગના લક્ષણ સામાન્ય લક્ષણ છે, પરંતુ એનો અર્થ એ નથી કે ઓમિક્રોન સામે સાવચેતી લેવાની જરુર નથી. બ્રિટિશ હેલ્થ એક્સપર્ટ સર જોન બેલનું કહેવુ છે કે, ભરેલુ નાક, ગળાનું સુકાવુ, ઝાડા જેવા લક્ષણ પર ખાસ ધ્યાન રાખવાની જરુર છે. કારણ કે, ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ વધુ ઝડપથી ફેલાય છે.

Related Post

Verified by MonsterInsights