Sun. Dec 22nd, 2024

શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કચ્છી ભાષાને બંધારણીય દરજ્જો આપવા રજુઆત કરી

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની કચ્છી ભાષા પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત થઇ છે.અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં એક મુદ્દો ઉઠાવ્યો છે.

તેઓએ કચ્છી ભાષાને સંવિધાનની સૂચિમાં સમાવવા માટે રજૂઆત કરી છે. તેઓનું કહેવુ છે કે કચ્છી ભાષા ઇન્ડો આર્યન જેવી ભાષા છે. કચ્છ ઉપરાંત વિદેશોમાં પણ કચ્છી ભાષા વપરાય છે તેમ શક્તિસિંહે જણાવ્યુ હતું.

કચ્છમાં બોલાતી ભાષા એટલે કે કચ્છી ભાષાને બચાવવા માટે શક્તિસિંહ ગોહિલે એક રજૂઆત કરી હતી. કચ્છી ભાષાને બચાવવી અને તેનું સંરક્ષણ કરવુ જરુરી છે.

કચ્છી ભાષાને આઠમી સુચિમાં સામેલ કરવાની સાંસદે રજૂઆત કરી છે. સંસદમાં તેઓએ રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે કચ્છી ભાષા બોલનારાનો સમૂહ ઘણો મોટો છે. કચ્છી ભાષા કેન્યા, તાંજાનિયા, ઇંગ્લેન્ડ અમેરિકા સહિતના દેશોમાં ધંધામાટે ત્યાં સ્થાયી થયેલા લોકો કચ્છી ભાષા બોલે છે.

આથી કચ્છની સંસ્કૃતિ અને ઇતિહાસને બચાવવા માટે કચ્છી ભાષાનું સંરક્ષણ કરવાની જરુર છે. આથી કચ્છી બોલીને બંધારણની આઠમી સુચીમાં સમાવીને ભાષાનો દરજ્જો આપવાની માગ કરી છે. કચ્છી ભાષા ઇન્ડો આર્યન ભાષા છે. આ ભાષા ભારતના કચ્છ અને પાકિસ્તાના સિંઘ વિસ્તારમાં બોલાય છે.

કચ્છી ભાષામાં મારવાડી ભાષાનો ટચ પણ આવે છે. લખવામાં કોચ્છી ભાષા ગુજરાતી લિપિમાં લખવામાં આવે છે. કચ્છી ભાષા બોલવામાં ગુજરાતી ભાષાથી અલગ છે. કચ્છના ક્ષત્રિય, માલધારી, મુસ્લિમ, ભાનુશાળી, લોહાણા વગેરે સમાજ આ ભાષા બોલે છે.

કચ્છની મોટી વસ્તી વર્ષે પહેલા આફ્રિકાના દેશમાં માઇગ્રેટ થઇ છે. આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ઝાંઝિબાર વગેરેમાં કચ્છી લોકો આ ભાષા બોલે છે. આફ્રિકાની સ્વાહિલી ભાષામાં પણ કચ્છી ભાષાના શબ્દો આવે છે. આફ્રિકામાં કચ્છી-સ્વાહિલી ભાષા મીક્ષમાં પણ બોલાઇ છે.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

Related Post

Verified by MonsterInsights