Fri. Nov 22nd, 2024

શિવસેનાથી નારાજ 20થી વધુ ધારાસભ્ય સાંજથી સંપર્કવિહોણા

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના નવા વાદળો ઘેરાયા છે. મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર આવી રહ્યાં છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 20થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. તેઓ સુરતની હોટલમાં રોકાયા છે.

હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12:00 વાગ્યે ધારાસભ્યોની ઈમર્જન્સી બેઠક બોલાવી છે.

શિવસેનામાં સતત થઈ રહેલી ઉપેક્ષાથી કદાવર મંત્રી એકનાથ શિંદે નારાજ છે. તેઓ ગઈકાલ સાંજથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન પણ ઉઠાવતા નથી. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે.

નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા શરદ પવાર પણ એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે. તો બીજી બાજુ NCP નેતા શરદ પવાર બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 12:00 વાગ્યે ધારાસભ્યોની ઈમર્જન્સી બેઠક બોલાવી છે.

Related Post

Verified by MonsterInsights