Tue. Dec 24th, 2024

શેર બજારમાં પૈસા ગુમાવતા ઓનલાઇન વીડિયો જોઈ એન્જિનિયર યુવકે લૂંટી બેંક

શેર માર્કેટમાં નુકસાન થવા પછી એક વ્યક્તિએ બેંકમાં લૂંટ મચાવી. ધીરજ નામના 28 વર્ષીય મેકેનિકલ એન્જીનિયરે બેંગ્લોરમાં એક ચાકૂના દમ પર બેંકમાં લૂટ મચાવી હતી. 14 જાન્યુઆરીના રોજ ભારતીય સ્ટેટ બેંકની મદીવાલા બ્રાંચમાંથી ધીરજે 1.8 કિગ્રા. સોનાના આભુષણ અને 3.7 લાખની નકદ લૂટી હતી.

SP મદીવાલા અનુમંડલ સુધીર એમ હેગડેના નેતૃત્વમાં એક વિશેષ ટીમે આ કેસનો પર્દાફાશ કરવામાં સફળતા મળી અને ધીરજને ગિરફ્તાર કરવામાં આવ્યું . પોલીસના સુત્રોનું કહેવું છે કે આરોપી પિતા અને નાના ભાઈ સાથે કામાક્ષીપાલ્યામાં રહે છે.

શેર બજારમાં લાખો રૂપિયાનું નિવેશ કર્યું હતું. જેમાં ભારે નુકશાન થતા તેણે બેંકમાંથી લોન લીધું હતું અને સાથે સ્વ.માતાના આભૂષણો પણ ગિરવી રાખી દીધા. પરંતુ હવે તેણે કર્જ ચુકાવવાનું હતું એટલે જ તેણે બેંક લુંટવાનો નિર્ણય લીધો હતો.

બેંકને લુંટવાના પહેલા ધીરજે એક સારો પ્લાન બનાવવાની જરૂર હતી. એના માટે ધીરજે ઓનલાઈન વીડીયો અને વેબસાઈટની મદદ લઇ અનેક વિકલ્પો જોયા. લુંટ કરવા માટે એણે SBI ની મદીવાલા શાખાને પસંદ કર્યું અને બે દિવસ પછે બેંકની આસપાસ ચોકીદારી કરી. પછી 14 જાન્યુઆરીનાં રોજ સાંજે 6 કલાકે માસ્ક પહેરીને એક ચાકુ સાથે બેંકની અંદર ઘુસી ગયો. ધીરજે બેંક સ્ટાફને રોકડ અને જ્વેલરીથી પોતાની બેગ ભરવા માટે કહ્યું અને પછી ફરાર થઇ ગયો. ત્યારબાદ ધરપકડ થવાના ડરથી એ બેંગ્લોર જગ્યાએ આંધ્ર પ્રદેશ ગયો.

પોલીસે સર્વિલાંસ કેમરા ફૂટેઝની મદદથી ધીરજનો ફોટો મેળવ્યો. લૂંટની રક્ક્મથી જે દિવસે આરોપી એના મિત્રના ઘરે યેલહંકામાં કર્જની રક્ક્મ આપવા ગયો હતો. ત્યાં હાજર એક પોલીસ દળે તેની ધરપકડ કરી.

Related Post

Verified by MonsterInsights