વધતી મોંઘવારી અને કોરોના સંકટ વચ્ચે પણ કેન્દ્ર સરકારે કેન્દ્રના સરકારી કર્મચારીઓને ગિફ્ટ આપી છે.સૂત્રોના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધારીને 28 ટકા કરી નાંખ્યુ છે.આમ મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો થયો છે.
પીએમ મોદીની આગેવાનીમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના ત્રણ હત્પા આપવાના બાકી હતી.કોરોના સંકટ દરમિયાન સરકાર દ્વારા તેના પર રોક લગાવવામાં આવી હતી.હવે ડીએ વધવાના કારણે સપ્ટેમ્બરથી કર્મચારીઓની સેલેરીમાં ધરખમ વધારો થાય તેવી શક્યતા છે.
કેબિનેટ વિસ્તરણ બાદ આજે કેન્દ્રીય કેબિનેટની બીજી મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠક એક વર્ષ બાદ આમને સામને યોજાઈ છે.જેમાં બીજા પણ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે.જેની જાણકારી બપોરના ત્રણ વાગ્યા બાદ આપવામાં આવશે.