સુરતમાં પાકિસ્તાન ફૂડ ફેસ્ટીવલના બેનર લાગતા બજરંગ દળે જુઓ શું કર્યું
Sat. Jan 11th, 2025

સુરતમાં પાકિસ્તાન ફૂડ ફેસ્ટીવલના બેનર લાગતા બજરંગ દળે જુઓ શું કર્યું

DainikBhaskar.com

દેશના લોકોમાં પાકિસ્તાનને લઇને પહેલાથી આક્રોશ છે. તેવામાં સુરતમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે. સુરતની એક રેસ્ટોરન્ટ દ્વારા પાકિસ્તાન ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ આ વાત બજરંગ દળના ધ્યાન પર આવતા તેમને પાકિસ્તાન ફૂડ ફેસ્ટીવલ લખેલા બેનરને સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો.

સુરતના રીંગરોડ વિસ્તારમાં ટેસ્ટ ઓફ ઇન્ડિયા રેસટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાન ફૂડ ફેસ્ટીવલના બેનર લગાવવામાં આવ્યા હતા. આ બેનરને લઇને વિવાદ થયો હતો. આ વાતની જાણ બંજરંગ દળના કાર્યકર્તાઓને થતા તેઓ આ રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા અને તેમને આ બેનરને ઉતારી લઇને રસ્તા વચ્ચે સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટના સંચાલકોને પણ બજરંગ દળ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

બજરંગ દળના કાર્યકર્તા કેશવ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અહિયાંથી પાસાર થતા કોઈ વ્યક્તિ દ્વારા આ બેનરનો ફોટો પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ફોટો અમારા સંગઠનના ગ્રુપમાં પણ મોકલવામાં આવ્યો હતો. ત્યારે સંગઠન તરફથી અમને સુચના મળી કે તમે ત્યાં જાવ એટલે અમે અહિયાં આવ્યા. અહિયાં આવીને અમે જોયું તો સુરતની એક રેસ્ટોરન્ટ પાકિસ્તાનનો ફૂડ ફેસ્ટીવલ માનવે છે. ટેસ્ટ ઓફ ઇન્ડિયા નામની રેસ્ટોરન્ટ દ્વારા પાકિસ્તાનના ગુણગાન ગાવા માટે પાકિસ્તાન ફૂડ ફેસ્ટીવલનો પ્રોગ્રામ રાખ્યો હતો. આ પ્રોગ્રામ થકી અહીના લોકોને પાકિસ્તાનનો ટેસ્ટ આપવામાં આવે. એટલે બજરંગ દળ આનો સંપૂર્ણ રીતે વિરોધ કરે છે. આજે અમારા તેમને ચેતવણી આપવામાં આવી છે કે, હવે જો આવું થશે તો તેનું નિરાકરણ બજરંગ દળ દ્વારા સાચી રીતે લાવવામાં આવશે.

સની રાજપૂતે જણાવ્યું હતું કે, ટેસ્ટ ઓફ ઇન્ડિયા નામની રેસ્ટોરન્ટ દ્વારા બેનર મારવામાં આવ્યું હતું કે, ટેસ્ટ ઓફ પાકિસ્તાન. એટલે અમારું કહેવું એટલું જ છે કે, તમે ભારતમાં રહીને ટેસ્ટ ઓફ પાકિસ્તાનનું બેનર કઈ રીતે મારી શકો. આ બેનર મારીને લોકોને તમે જમાડી કેવી રીતે શકો. આ ઘટના સુરત માટે જ નહીં પણ આખા ભારત માટે ખરાબ કહેવાય. આ ઘટનાને લઇને બજરંગ દળ દ્વારા બેનરને ફાળીને સળગાવામાં આવ્યું છે. આ ઘટના બીજી વખત કોઈ ન કરે એટલા માટે ચેતવણી પણ આપવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights