આઈસીએમઆર અનુસાર હાલમાં કોવિસેલ્ફ ટીએમ (પૌથોકૈચ) અને કોવિડ-19 ઓટીસી એન્ટિજન એલએફ (માય લૅબ ડિસ્કવરી સૉલ્યુશન) એ ટેસ્ટ કિટ એવી છે જે ભારતમાં માન્યતાપ્રાપ્ત છે.
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચે કોવિડ-19 માટેની રેપિડ એન્ટિજન ટેસ્ટના મહત્ત્વ પર જોર આપીને કહ્યું છે કે જે લોકોમાં કોરોના સંક્રમણના લક્ષણ હોય અને જેઓ તપાસમાં પૉઝિટિવ આવનાર દર્દીઓનાં સંપર્કમાં આવેલા હોય તેમણે કોવિડ-19ની પુષ્ટિ માટે રેપિડ એન્ટિજન ટેસ્ટની તપાસ ઘરે જ કરવી જોઈએ.
આઈસીએમઆરના નવા પરામર્શ અનુસાર, જે લોકોનો રેપિડ એન્ટિજન ટેસ્ટ પૉઝિટિવ આવે તેમને કોવિડ-19 પૉઝિટિવ માનવામાં આવે અને તેમણે ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
આઈસીએમઆરનું કહેવું છે, “જે લોકોમાં કોરોનાના લક્ષણ હોય તેમણે ઘરે રેપિડ એન્ટિજન કિટનો ઉપયોગ કરવો જોઈએ. વગર વિચારે ટેસ્ટ ન કરવો જોઈએ.”
“પરંતુ જે લોકોમાં કોરોનાના લક્ષણો છે અને તેઓ રેપિડ એન્ટિજન ટેસ્ટમાં નૅગેટિવ આવે છે તો એમણે તરત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ. આ એ માટે કે અમે જોયું છે કે જે દર્દીઓમાં વાઇરસનો લોડ ઓછો હોય તેમના કોવિડ-19ની પુષ્ટિ રેપિડ એન્ટિજન ટેસ્ટથી થઈ શકતી નથી. જોકે, નૅગેટિવ આવ્યા પછી પણ કોરોનાના લક્ષણોવાળા દર્દીઓએ સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ અને તેમને એક સંદિગ્ધ દર્દી તરીકે માની લેવા જોઈએ.”
આઈસીએમઆરનું કહેવું છે રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની સાથે એના ઉપયોગને લઈને તમામ વિગતો હોય છે, એને વાંચીને એનું પાલન કરવું જોઈએ.
આઈસીએમઆરનું કહેવું છે કે ગૂગલ પ્લે સ્ટોર અને ઍપલ સ્ટોર પર હોમ ટેસ્ટિંગની જાણકારી આપનારી મોબાઇલ ઍપ પણ છે. તેનો ઉપયોગ ઘરે તપાસ કરનાર લોકો કરી શકે છે.
આઈસીએમઆર અનુસાર ઘર તપાસ કરનાર તમામ લોકો ટેસ્ટની તસવીર મોબાઇલ ફોન થકી ઍપમાં અપલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આઈસીએમઆરએ કહ્યું કે આનો ડેટા એક સિક્યૉર સર્વર પર રહેશે જે આઈસીએમઆરના કોવિડ-19 ટેસ્ટિંગ પોર્ટલ સાથે જોડાયેલું છે. તમામ ડેટા અહીં જ એકત્રિત કરવામાં આવે છે અને દર્દીઓની ગોપનીયતા જાળવી રાખવામાં આવશે.
આઈસીએમઆર દ્વારા પૂણેની માયલૅબ કંપનીની કોવિશેલ્ફ (પેથોકેચ) કોવિડ-19 ઓટીસી એલએફ ડિવાઇસને મંજૂરી આપી છે.