મુંબઈના લોકો માટે એક મોટા રાહતના સમાચાર છે. હવે ટ્રાફિક પોલીસ તમને કારણ વગર રોકી નહીં શકે અને હેરાન પણ નહીં કરી શકશે. તમારી ગાડીને અટકાવી કોઈ પણ કારણ વગર ટ્રાફિક પોલીસ હવે તેને ચેક પણ નહીં કરી શકશે. વાસ્તવમાં, થોડા સમય પહેલા તત્કાલીન કમિશનર ઓફ પોલીસે આ વિશે એક સર્ક્યુલર ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં જાહેર કર્યો છે, જે મુજબ હવે તમારી ગાડી કારણ વગર રોકવામાં આવશે નહીં.
નવા નિયમ મુજબ ટ્રાફિક પોલીસવાળા ગાડીઓનું ચેકિંગ નહીં કરી શકશે, ખાસ કરીને જ્યાં ચેક પોસ્ટ હશે ત્યાં તેઓ ફક્ત ટ્રાફિકનું મોનિટરીંગ કરશે અને તેના પર ફોકસ કરશે કે ટ્રાફિક સામાન્ય રૂપથી ચાલે. તેઓ કોઈપણ ગાડીને ત્યારે જ રોકશે જ્યારે તેનાથી ટ્રાફિકની ઝડપમાં કોઈ ફરક પડી રહ્યો હોય.
વાસ્તવમાં ઘણીવાર જોવામાં આવ્યું છે કે, ટ્રાફિક પોલીસ ફક્ત શંકાના આધારે ઘણી ગાડીઓને રોકીને તેના બુટ અને વાહનની અંદર ચેકિંગ કરવા લાગે છે, જેના કારણે તે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
દરેક ટ્રાફિક પોલીસને ગાડીઓની તપાસ કરવાથી રોકવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે રસ્તા પર ટ્રાફિક વધી રહ્યું છે. તેમને ટ્રાફિકની હિલચાલ પર નજર રાખવાની પ્રાથમિકતા આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. પરિપત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો તેમની પાસે ટ્રાફિક પોલીસ મોટર વાહન અધિનિયમના એક્ટ અંતર્ગત તેઓ પાસે ટ્રાફિક પોલીસ ચાર્જ વસૂલી શકે છે.
ટ્રાફિક પોલીસ અને સ્થાનીય પોલીસ કર્મીઓ તરફથી સંયુક્ત નાકાબંધી દરમિયાન ટ્રાફિક પોલીસ ફક્ત ટ્રાફિક ઉલ્લંઘનની સામે કાર્યવાહી કરશે અને વાહનોની તપાસ નહીં કરશે. જો આ સૂચનાઓનું ટ્રાફિક પોલીસ દ્વારા ચુસ્તપણે પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત ટ્રાફિક ચોકીના સિનિયર નિરીક્ષકને જવાબદાર ગણવામાં આવશે.
ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ટ્રાફિક પોલીસે શંકાના આધાર પર વાહનોના બુટ અને કારની તપાસ નહિ કરવી જોઈએ, તેમજ તેમને રોકવા પણ નહીં જોઈએ. તેમણે કહ્યું કે, અમારા જવાન પહેલાની જેમ જ ટ્રાફિક ગુનાઓ સામે ચલણ આપવાનું ચાલુ રાખશે અને ટ્રાફિકના ઉલ્લંઘન કરનારાઓને રોકશે.