Sun. Dec 22nd, 2024

હવે રાજ્યોને રેમડેસિવિર નહીં આપે કેન્દ્ર સરકાર

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન દરેક જગ્યાએ રેમડેસિવિર ઈન્જેકશનની જરૂરીયાત વધી હતી. ઘણા રાજ્યોમાં ઈન્જેકશનની કાળાબજારી પણ થતી હતી. ઘણા શહેરોમાંથી તો પોલીસે નકલી રેમડેસિવિર ઈન્જેકશન પણ જપ્ત કર્યા હતા. ઈન્જેકશનનું ઓછું પ્રોડકશન હોવાથી કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને આ રસી આપવામાં આવતી હતી. પરંતુ હવે સરકારે જણાવી દીધું છે કે રાજ્ય સરકારોએ પોતાની જરૂરીયાત અનુસાર ઈન્જેકશન ખરીદવા પડશે.

રસાયણ અને ઉર્વરક રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જાહેર કર્યું હતું કે સરકારે રાજ્યોને રેમડેસિવિરની કેન્દ્રીય ફાળવણી બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જે તેમણે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ એજન્સી અને સીડીએસસીઓને દેશમાં રેમડેસિવિરની ઉપલબ્ધતા પર નજર રાખવા નિર્દેશ આપ્યા છે.

સરકારના જણાવ્યાનુસાર હવે દેશમાં રેમડેસિવિર ઈન્જેકશન બનાવવાના પ્લાંટ 20થી વધી 60 થયા છે. સાથે જ સરકારે કહ્યું છે કે હવે માંગ કરતાં વધારે સપ્લાય છે. માંડવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, રેમડેસિવિરનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે. 11 એપ્રિલ 2021થી રોજ 33,000 ઈન્જેકશન વાયલ બની રહ્યા હતા. હવે દર રોજ 3.50 લાખ ઈન્જેકશન સુધી પહોંચ્યું છે.

Related Post

Verified by MonsterInsights