રાજસ્થાનમાં, સિવિલ સર્વિસ માટે રાજ્ય સરકારની પરીક્ષાઓ આજે યોજાઈ રહી છે, જેમાં રાજ્ય સરકારે ગેરરીતિ અટકાવવા અભૂતપૂર્વ કડકાઈ દર્શાવી છે. જો કે, બિકાનેરમાં ચોરી કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે જે અંગે પોલીસ પણ તેના વિશે જાણીને ચોંકી ઉઠી છે. બિકાનેરમાં ચપ્પલની મદદથી ચોરી કરાવતી ટોળકી પકડાઈ છે.
ગેંગના ત્રણ સભ્યોની પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. સરકાર દ્વારા જારી માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોને સાદા જૂતા પહેરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગેંગે બ્લૂટૂથ ડિવાઇસને ચંપલમાં છુપાવવાની ટ્રિક અપનાવી હતી.
એકવાર ઉમેદવાર આ પગરખાં પહેરીને અંદર જાય છે, તેણે તેના કાનમાં બ્લૂટૂથ ઉપકરણ મુકવાનું હોય છે. આ ઉપકરણ કેન્દ્રની બહાર બેઠેલા વ્યક્તિના મોબાઇલ સાથે જોડાયેલું રહેતુ હોય છે જે બહારથી ઉમેદવારને જવાબ લખાવતો હોય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જૂતાની કિંમત 6 લાખ રૂપિયા હતી. આ ટોળકીએ 25 ઉમેદવારોને સાધ્યા હતા અને તેમને આ ચંપલ વેચ્યા હતા.પોલીસ દ્વારા હવે કયા કયા ઉમેદવારો ચંપલ પહેરીને ચોરી કરવાનો પ્રયાસ કરવાના હતા તેની શોધખોળ શરુ કરાઈ છે.