Fri. Nov 22nd, 2024

‘હીરો તું મેરા હીરો હૈ..’ પર મહિલા પોલીસકર્મીએ બનાવી રીલ, 3 પોલીસકર્મી સસ્પેન્ડ

આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઘણું બધુ લોકોને ઘરે બેઠા જ જાણવા મળી જાય છે, સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી મનોરંજન પણ સારું એવું થઈ જાય છે. સોશિયલ મીડિયાના ઘણા એવા પ્લેટફોર્મ છે જેના થકી લોકો પોતાના ટેલેન્ટને દેખાડે છે, અથવા તો શોર્ટ વીડિયો એપમાં વીડિયો બનાવે છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જતા હોય છે. વાયરલ વીડિયોના કારણે કેટલાક અધિકારીઓ મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે અને વિભાગીય કાર્યવાહીનો સામનો કરવો પડે છે. આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં મહિલા પોલીસકર્મી અને તેના સાથીઓને એક વાયરલ વીડિયોના કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ટિકટોક પર લોકો વીડિયો બનાવતા અને તેને જોઈને લોકો લાઇક કરે છે. વીડિયો બનાવવાનો રોગ એક મહિલા પોલીસ અધિકારીને લાગી ગયો અને તેણે પોતાના બે સાથી પોલીસકર્મીઓ સાથે વીડિયો બનાવીને ઈન્ટરનેટ મીડિયા પર નાખી દીધો. વીડિયો ખૂબ વાયરલ થઈ ગયો. વાયરલ વીડિયોને ધ્યાનમાં લેતા SP રાજેશ દ્વિવેદીએ મહિલા સહિત 3 પોલીસકર્મીઓનેને સસ્પેન્ડ કરીને તપાસના આદેશ આપી દીધા છે. શાહાબાદ પોલીસ સ્ટેશનના મહિલા હેલ્પ ડેસ્ક પર તૈનાત અધિકારી વસુધા મિશ્રાએ પોતાના સાથી પોલીસકર્મી વસુધાએ મહિલા હેલ્પ ડેસ્ક પર બેસીને પણ વીડિયો બનાવ્યો હતો. બંને જ ખૂબ વાયરલ થઈ રહ્યા હતા.

29 જૂનના રોજ વીડિયો વાયરલ થવાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા. વાયરલ વીડિયોને ધ્યાનમાં લેતા SP રાજેશ દ્વિવેદીએ ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. SPએ જણાવ્યું કે, વાયરલ વીડિયો જૂના છે. પોલીસકર્મીઓએ અનુશાસનહીનતા કરી છે અને તેને કોઈ પણ રૂપે સ્વીકારવામાં નહીં આવે. આખી ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહિલા પોલીસ અધિકારી એક વીડિયોમાં બે સાથીઓ સાથે પોલીસ સ્ટેશનના ગેટ પર ‘હીરો તું મેરા હીરો હૈ’ અને બીજા વીડિયોમાં ડેસ્ક પર બેસીને ‘આંખો મેં શરારત હૈ’ સોંગ પર વીડિયો બનાવી રહી છે.

હરદોઇના SP રાજેશ દ્વિવેદીએ કહ્યું કે, આ સંબંધમાં રિપોર્ટ મળ્યો છે કે આ ઘટના જૂની છે. નવી પોસ્ટિંગ દરમિયાન તેમનો વીડિયો વાયરલ થયો છે. આ સંબંધમાં તેમને સસ્પેન્ડ કરીને વિભાગીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટિકટોક કે અન્ય એપ પર પોલીસ અધિકારીઓ દ્વારા વીડિયો બનાવવાની આ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ ઘણા પોલીસ અધિકારી વીડિયો બનાવી ચૂક્યા છે, જેના પર અધિકારીઓએ કાર્યવાહી કરી હતી, પરંતુ કાર્યવાહી બાદ પણ પોલીસકર્મીઓ વીડિયો બનાવવામાંથી ઉપર આવતા નથી.

Related Post

Verified by MonsterInsights