Sun. Dec 22nd, 2024

10-12 પાસ ઉમેદવારો માટે વધુ એક સુવર્ણ તક,ગુજરાત પોસ્ટ ઓફિસમાં કુલ 188 ખાલી જગ્યાઓ માટે ભરતી

ભારતીય પોસ્ટલ સર્કલમાં અલગ અલગ પદો માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. ઓછામાં ઓછું 10 અને 12 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો જે આ ખાલી પડેલા પદો પર અરજી કરી શકે છે. અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની વેબસાઇટ indiapost.gov.in દ્વારા સંબંધિત પદો માટે અરજી કરી શકાશે. પોસ્ટ સર્કલમાં પોસ્ટલ આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેઇલ ગાર્ડ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ જેવી ગ્રુપ Cની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.

પોસ્ટરલ સર્કલમાં નોકરી કરવા ઇચ્છતા યુવાનો indiapost.gov.in પર અરજી કરી શકશે. ઉમેદવારને અરજી રજિસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટથી સબમીટ કરવી જોઈએ. ઉમેદવારોને મદદનીશ નિયામક (ભરતી), મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, અમદાવાદ-380001 પર અરજી મોકલવાની રહેશે. અરજી કરવા માટે 100 રૂપિયા ફી આપવાની રહેશે.

અરજી અને ફી જમા કરવા માટેની પ્રક્રિયા 25 ઓક્ટોબર 2021થી શરૂ
અરજી કરવાની અંતિમ તારીખ 25 નવેમ્બર 2021, સાંજે 6 વાગ્યા સુધી

Related Post

Verified by MonsterInsights