યુપીના બદાયુ ખાતે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં ભગતસિંહનું પાત્ર ભજવવા માટે પ્રેકિટસ કરી રહેલા બાળકના ગળામાં ફંદો ફસાય જતા તેનું મોત થયું છે. 10 વર્ષના બાળક શિવમનું રિહર્સલ દરમિયાન સ્ટુલ ખસી જતા ગળામાં દોરડું ફસાઇ ગયું હતું. ત્યાં બાળકો તેને બચાવી ન શકયા અને બાળકનો જીવ નીકળી ગયો હતો. જોકે, તેના પરિવારજનોએ કોઇપણ કાર્યવાહી કર્યા વિના જ તેનો અંતિમ સંસ્કાર કરી દેતા આ ઘટના ચર્ચાના ચકડોળે ચડી છે.
મળતી માહિતી મુજબ, શિવમ શાળાએ જતો નહોતો પરંતુ ગામના અન્ય બાળકો જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હતા તેમણે 15 મી ઓગસ્ટ બાબતે વાત કરતા મૃતક શિવમે ભગવતસિંહ બની નાટક કરવાનું નક્કી કર્યુ. તેથી તે દોરડું લઇ સ્ટુલ પર ચડયો અને થોડી જ ક્ષણોમાં તે ફાંસીનો સીન ભજવવા જતા દોરડામાં ગળું ફંસાતા મૃત્યુ પામ્યો હતો.ત્યાં હાજર બાળકો તેની મદદ ન કરી શક્યા. જો કે, સીઓ સીટી ચંદ્રપાલ સિંહે જણાવ્યું કે, આ પ્રકારના બાળકની મોતની કોઇ સુચના અમને મળી નથી.