Sun. Sep 8th, 2024

ભારતમાં 200 કરોડ કોવિડ-19 રસીકરણ માટે બિલ ગેટ્સે પાઠવ્યા PM નરેન્દ્ર મોદીને અભિનંદન

ભારતમાં 200 કરોડ કોવિડ-19 રસીકરણની સિદ્ધિ બદલ માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે  PM નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારત પોતાની વસ્તીને બે અબજથી વધુ ડોઝ આપનારો વિશ્વનો બીજો દેશ બન્યો છે. ભારત કરતાં ચીનમાં કોરોના રસીના વધુ ડોઝ આપવામાં આવ્યા છે. બિલ ગેટ્સે  બુધવારે ટ્વીટ કર્યું, “200 કરોડ રસીકરણના બીજા માઇલસ્ટોન પર નરેન્દ્ર મોદીને અભિનંદન. અમે કોવિડ-19ની અસરને ઓછી કરવા માટે ભારતીય રસી ઉત્પાદકો અને ભારત સરકાર સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખીએ છીએ. બદલ આભારી છીએ.”

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-19 રસીકરણ કવરેજ કુલ 200.33 કરોડને વટાવી ગયું છે. માંડવિયાએ ગત શુક્રવારે નિર્માણ ભવનના કોવિડ રસીકરણ કેમ્પમાં ‘કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ’ની શરૂઆત કરાવી હતી અને લોકોને કોવિડ-19થી રક્ષણ સુનિશ્ચિત કરવા માટે નિશુલ્ક કોરોના વિરોધી રસીના ડોઝ મેળવવા અપીલ પણ કરી હતી.


 

Related Post

Verified by MonsterInsights