અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા બાદ ક્રિકેટ મેચો (cricket match) રમાઈ ચૂકી છે. જોકે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra modi stadium) આગામી વર્ષ 2036ની ઓલિમ્પિક્સ (Olympics 2036) રમાડવા માટે અત્યારથી જ કમર કસી છે. અમદાવાદની 2036ની ઓલિમ્પિક્સની પ્રબળ દાવેદારી માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ સારી રીતે ઊભી કરી શકાય તે માટે ઔડાએ (Auda) સર્વે કરવા માટે ટેન્ડર બહાર આપ્યું છે. ત્યારબાદ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને હોટલો સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વે માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એક એજન્સી નિમણૂક કરશે. જે ત્રણ મહિનામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને ઓલિમ્પિક્સ યોજવા અંગેની બાબતોનો રિપોર્ટ આપશે.
આ અંગે જ્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, વર્ષ 2036માં ભારતમાં જો ઓલિમ્પિક્સ રમાશે તો અમદાવાદમાં તેનું ઇનફ્રાસ્ટ્રક્ચર એટલે આ બહું મોટી સુવિધા, કેન્દ્ર સરકારનાં માર્ગદર્શન હેઠળ આપણને મળી રહી છે. તે માટેની તૈયારીઓ કરી રહ્યું છે.અમદાવાદ કોર્પોરેશન આ માટેની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકાર આ અંગેની તમામ તૈયારીઓ માટે સંપૂર્ણ સહકાર આપશે. અહીં ઓલિમ્પિક્સ રમાશે તે રાજ્ય માટે ગૌરવની વાત છે. જે માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર પણ માનું છું.
અમદાવાદે ઓલિમ્પિક માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી
છે ત્યારે એક પ્રશ્ન એ પણ થાય કે 2036માં જ કેમ અમદાવાદમાં ઓલિમ્પિક યોજાશે? જોકે વાત જાણે એમ છે કે, 2028 સુધી ઓલિમ્પિક્સના તમામ વેન્યૂ બૂક થઈ ગયા છે. અને હાલમાં 2032ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે.